સુપરસ્ટાર અને શહેનશાહઃ દો સિતારોં કા મિલન

Wednesday 08th May 2024 08:46 EDT
 
 

અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર રજનીકાન્ત લગભગ ૩૩ વર્ષ બાદ ‘વેટ્ટૈયન’ નામની દક્ષિણ ભારતની ફિલ્મમાં એકસાથે કામ કરી રહ્યા છે. રજનીકાન્ત સાથેનો સેટ પરનો ફોટો અમિતાભ બચ્ચને શેર કર્યો છે. એમાં બન્ને એકમેકને ભેટતા જોવા મળે છે. આ બન્ને સુપરસ્ટારે 1991માં આવેલી ‘હમ’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. હવે ત્રણ દાયકા બાદ ફરીથી તેમના અભિનયનો જાદુ ફિલ્મી પરદે જોવા મળશે. ફિલ્મનું 80 ટકા શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. અને ફિલ્મ આગામી ઓક્ટોબરમાં રિલીઝ થશે તેવી જાહેરાત થઇ છે. રજનીકાન્ત સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા અમિતાભ બચ્ચને કેપ્શન આપી છેઃ ‘હું સન્માનિત છું કે મને થલા ધ ગ્રેટ રજની સાથે ફરીથી કામ કરવાની તક મળી છે. તેઓ જરા પણ બદલાયા નથી. તેમની મહાનતા છે કે તેઓ આજે પણ સીધાસાદા અને વિનમ્ર છે.’

તસવીરમાં બન્ને સુપરસ્ટારનો સ્ટાઇલિશ અંદાજ જોઇને ફેન્સ સુપર એક્સાઇટેડ થઇ ગયા છે. બન્ને દિગ્ગજ ફિલ્મી ઇન્ડસ્ટ્રીના સૌથી દમદાર એક્ટર તરીકે જાણીતા છે તે કોણ નથી જાણતું? સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરમાં બન્ને ભાઇઓની જેમ ગળે મળતા જોવા મળે છે. અમિતાભ બચ્ચને સફેદ શર્ટ, ગ્રે વેસ્ટકોટ અને બ્લેઝરની સાથે ટ્રાઉઝર પહેરેલું જોવા મળે છે જ્યારે રજનીકાંતે બ્લેક શર્ટ, બ્લેઝર અને ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યા છે. બન્ને સુપરસ્ટાર્સને એક ફ્રેમમાં જોઇને ફેન્સ સુપર એક્સાઇટેડ થઇ ગયા છે. એક યુઝર્સે લખ્યું છેઃ‘ સુપરસ્ટાર અને બિગ બી’. જ્યારે બીજા એક યુઝર્સે લખ્યું છે ‘લેજન્ડ્સ’. આટલું જ નહીં બન્ને એક્ટરની પોસ્ટ પર એક યુઝર્સે લખ્યું છેઃ‘ એક ફ્રેમમાં બે દિગ્ગજો’.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter