સુસ્મિતા અને એક્સ બોયફ્રેન્ડ રોહમનનું રિયુનિયન?

Sunday 12th November 2023 06:59 EST
 
 

અભિનેત્રી સુસ્મિતા સેન તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન સાથે ફરી ગાઢ પ્રેમમાં હોવાની અટકળો વ્યક્ત થઈ રહી છે. બંનેનો એક રોમેન્ટિક વીડિયો વાયરલ થયા બાદ આ અટકળ ફેલાઈ છે. સુસ્મિતા અને રોહમન એક પ્રમોશનલ ઈવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. તે વખતે બંને વચ્ચે રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી.

સુસ્મિતા અને રોહમન અગાઉ રિલેશનશિપમાં હતાં. જોકે, 2021માં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ, એ પછી પણ રોહમન અને સુસ્મિતાએ મિત્રતા જાળવી રાખી હતી. પાછલાં બે વર્ષમાં સુસ્મિતા સેન અનેક ઈવેન્ટસમાં તથા પારિવારિક પ્રસંગોએ પણ રોહમન સાથે જોવા મળી હતી. સુસ્મિતાની દીકરીઓ પણ રોહમન સાથે એકદમ હળીભળી ગઈ હોવાનું સંખ્યાબંધ વીડિયોમાં જણાયું હતું. આથી બંને ફરી નજીક સરકી રહ્યાં હોવાના સંકેતો મળ્યાં હતાં.
જોકે, હવે લેટેસ્ટ વીડિયોમાં બંને રોમેન્ટિક મૂડમાં જોવાં મળ્યાં છે. આથી, સુસ્મિતા અને રોહમન ફરી એક થઈ ગયાં હોવાનું મનાય છે. સુસ્મિતા અત્યાર સુધી આ રિલેશનશિપ વિશે મૌન રહી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલાં ભાગેડુ ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર લલિત મોદીએ સુસ્મિતા પોતાની પત્ની હોવાનો દાવો કરતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. જોકે, ત્યારે પણ સુસ્મિતાએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી. બાદમાં લલિત મોદીએ જ પોતાનું બ્રેકઅપ થઈ ગયું હોવાનું પણ જણાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter