સુહાના ખાન બોયફ્રેન્ડ સાથે લંડનમાં પાર્ટી કરતી જોવા મળી

Friday 05th July 2024 08:37 EDT
 
 

શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન ક્યારેક તેના ડ્રેસ કે લૂક્સ માટે તો ક્યારેક પોતાની રિલોશનશિપને મુદ્દે ચર્ચામાં રહે છે. સુહાનાએ ‘ધ આર્ચિસ’ ઓટીટી ફિલ્મથી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. હવે સુહાના શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. તે એક બોયફ્રેન્ડ સાથે રિલેશનમાં હોવાનું કહેવાય છે. હવે સુહાના લંડનમાં તેના કહેવાતા બોયફ્રેન્ડ સાથે સ્પોટ થઈ છે. હકીકતે સુહાના અને અમિતાભ બચ્ચનના દોહિત્ર અગત્સ્યે ‘ધ આર્ચિઝ’ ઓટીટી ફિલ્મનું શૂટિંગ કર્યું ત્યારથી બંને ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા ચાલે છે. આ પછી અનેકવાર બંને સાથે જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર બંનેનો એક વીડિયો ફરતો થયા બાદ સુહાના ખાન અને અગત્સ્ય નંદાની ડેટિંગની અફવાને વેગ મળ્યો હતો. વીડિયોમાં બંને સ્ટાર કિડ્સ લંડનની એક ક્લબમાં પાર્ટી કરતાં જોવા મળે છે. બંને પાર્ટીનો આનંદ લઈ રહ્યા છે. જોકે પ્રશંસકોને લાગે છે કે બંને વચ્ચે દોસ્તી કરતાં કાંઈક વધુ છે.
એક પ્રશંસકે ટ્વિટર પર સુહાના ખાનની કેટલીક તસવીરો અને વીડિયો શેર કરતાં દાવો કર્યો છે કે શાહરુખ ખાનની દીકરી એક નાઈટ ક્લબમાં જોવા મળી રહી છે. તેની સામે અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગત્સ્ય નંદા કાળા રંગના શર્ટમાં ઊભો છે અને તેના ચહેરા પર સ્મિત છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter