સૈફે દેશની વસ્તીમાં પૂરતો ફાળો આપી દીધો છે, હવે નહીંઃ કરીના

Monday 01st August 2022 07:04 EDT
 
 

અભિનેત્રી કરીના કપૂરે પોતાની પ્રેગનન્સીની અફવાઓને ફગાવતાં બહુ રમૂજી જવાબ આપતાં કહ્યું હતુંઃ સૈફે દેશની વસ્તી વધારવામાં પૂરતું યોગદાન આપી દીધું છે, હવે તેની જરૂર નથી. કરીના અને સૈફ હાલ લંડનમાં વેકેશન મનાવી રહ્યાં છે. અને તેની પ્રેગનન્સીની અફવા ફેલાતાં કરીનાએ જાતે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરીને આ અફવાઓ ફગાવી હતી. કરીનાએ લખ્યું હતું કે મારા શરીર પર પાસ્તા અને વાઈનના અતિરેકને કારણે મેદ જામ્યો છે. હું પ્રેગનન્ટ નથી અને આમ પણ સૈફે દેશની વસ્તી વધારવામાં પૂરતું પ્રદાન આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે સૈફને કરીના સાથેના લગ્નજીવનથી તૈમુર અને જહાંગીર એમ બે પુત્રો છે. જ્યારે આગલી પત્ની અમૃતા સિંહ સાથેના લગ્નજીવનથી તેને સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન એમ બે સંતાનો છે. કરીનાની સાથે સાથે હાલ કેટરિના કૈફ પણ પ્રેગનન્ટ હોવાની અફવા ઘણા સમયથી ચાલી રહી છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર ખુલાસો કરાયો નથી. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter