સોનાક્ષીની ‘લવ યુ પોસ્ટ’ ઝહીર સાથેના સંબંધનો સ્વીકાર

Wednesday 15th June 2022 06:52 EDT
 
 

‘દબંગ ગર્લ’ સોનાક્ષી સિંહા અને અભિનેતા ઝહીર ઈકબાલ ડેટિંગ કરતા હોવાની વાતો તો લાંબા સમયથી સંભળાતી હતી, પણ હવે સંબંધ કન્ફર્મ થયા છે. પોતાના રિલેશન અંગે લાંબો સમય ચૂપકિદી જાળવ્યા બાદ આખરે તેમણે દુનિયા સમક્ષ પ્રેમનો એકરાર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર તેમણે ઓફિશિયલી પોતાના રિલેશન્સ એનાઉન્સ કર્યા હતા. સોનાક્ષીના બર્થ ડે પર ઝહીરે તેને વિશ કરતી પોસ્ટ શેર કરી હતી. તો સામે સોનાક્ષીએ પણ તેના માટેની ફિલિંગ્સ શેર કરી હતી. ઝહીરે પોસ્ટમાં લખ્યુ હતું કે, હેપ્પી બર્થ ડે સોન્ઝ... આઈ લવ યુ... તારા માટે બહુ બધું ફૂડ, ફ્લાઈટ્સ, લવ અને લાફટર. ઝહીરે પોસ્ટ કરેલા વીડિયોમાં તેઓ ફ્લાઈટમાં એન્જોય કરતા જોવા મળે છે. સોનાક્ષીના હાથમાં બર્ગર છે અને ઝહીર તેનો વીડિયો બનાવી રહ્યો છે.
વીડિયોના એન્ડમાં આ કપલ વચ્ચેની નિકટતા દેખાય છે. સોનાક્ષી હસતાં-હસતાં પોતાનો ચહેરો છુપાવે છે. બર્થ ડે બાદ મળેલી શુભેચ્છામાં સોનાક્ષીએ પણ ઝહીરનો લવ યુ કહીને આભાર માન્યો છે. સોનાક્ષી અને ઝહીરે ઓફિશિયલી પોતાના રિલેશન્સ એનાઉન્સ કર્યા બાદ હવે ટૂંક સમયમાં મેરેજ પ્લાન શેર કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ઝહીરે ૨૦૧૯ના વર્ષમાં સલમાનની ફિલ્મ ‘નોટબૂક’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter