હંસિકા મોટવાણી પ્રાચીન કિલ્લામાં લગ્નબંધને બંધાશે

Monday 14th November 2022 07:40 EST
 
 

અભિનેત્રી હંસિકા મોટવાણી આવતા ડિસેમ્બરમાં પ્રભુતામાં પગલાં પાડવાની છે અને તેનાં મેરેજ ડેસ્ટિનેશન વેડિંગ હશે. આ માટે તેણે રાજસ્થાનના આશરે 450 વર્ષ જૂના એક કિલ્લા પર પસંદગી ઉતારી છે. હંસિકાનો ભાવિ પતિ એક બિઝનેસમેન હોવાનું અને કોઈ રાજકીય પરિવાર સાથે સંકળાયેલો હોવાનું પણ કહેવાય છે. જોકે, ખુદ હંસિકાએ આ લગ્ન કે તેનાં જીવનસાથી વિશેની કોઈ વિગતો આપી નથી. તેનાં લગ્નની ચોક્કસ તારીખ જાહેર થઈ નથી પરંતુ અહેવાલો અનુસાર તે આગામી ડિસેમ્બરમાં સાત ફેરા ફરવાની છે. તેના પરિવારે આ માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે. જયપુરના જાણીતા મુંડોતા કિલ્લામાં તેના લગ્નના તમામ પ્રસંગો આયોજિત કરાશે.

હંસિકાએ બોલિવૂડમાં ‘કોઈ મિલ ગયા...’ સહિતની ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે અભિનય કરીને કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ‘ક્યું કિ સાસ ભી કભી બહુ થી’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. જોકે, બાદમાં બોલિવૂડમાં હીરોઈન તરીકે તેની કારકિર્દી ખાસ જામી નહોતી, પરંતુ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે એક સફળ સ્ટાર મનાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter