હા, હું ડરી ગયો છુંઃ ‘ભાઇ’ની કબૂલાત

Saturday 13th May 2023 07:42 EDT
 
 

ફિલ્મ અભિનેતા સલમાન ખાને કબૂલ્યું છે કે વારંવાર મળી રહેલી ધમકીઓ બાદ પોતે ખરેખર ડરી ગયો છે. સલમાને એક ટીવી શોમાં જણાવ્યું હતું કે ‘કોઈ પણ જાતની અસુરક્ષાની લાગણી કરતાં તો પોતાની આસપાસ સિક્યોરિટી હોય એ વધારે સારું છે. હવે હું રોડ પર સાઈકલ ચલાવી શકતો નથી. હું ક્યાંય એકલો જઈ શકતો નથી. પહેલાં મારી સાથે માત્ર શેરા રહેતો હતો હવે એટલા બધા શેરા મારી આસપાસ ગન લઈને ચાલતા હોય છે કે મને ખરેખર બીક લાગે છે. હું એ પણ જાણું છું કે આટલી બધી સિક્યોરિટીને લીધે હું જ્યારે ટ્રાફિકમાં હોઉં છું ત્યારે અન્ય વાહનોને અડચણ પણ પડે છે, એ વખતે લોકો મારી સામે કતરાતી નજરે જોતા હોય છે. જોકે હાલ તો સિક્યુરિટીમાં રહેવા સિવાય મારી પાસે વિકલ્પ નથી.’
સલમાને પોતાનો ડર વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને એ પણ ખબર છે કે તમે ગમેતેટલું કરો તો પણ જે થવાનું છે તે થઈને જ રહેશે. પરંતુ આપણે ઉપરવાળા પર ભરોસો રાખવો પડે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter