હિમેશ રેશમિયાઃ બ્લૂમબર્ગ પોપ પાવર લિસ્ટમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય

Saturday 16th August 2025 10:50 EDT
 
 

ગીતકાર અને સિંગર હિમેશ રેશમિયા બ્લૂમબર્ગના પોપ પાવર લિસ્ટમાં સામેલ થનારા એકમાત્ર ભારતીય કલાકાર બન્યો છે. સાતમી ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલી આ યાદીમાં વિશ્વના સૌથી પ્રભાવશાળી પોપ સ્ટાર્સની રેન્કિંગનો સમાવેશ થાય છે. યાદીમાં પોસ્ટ મેલોન, બૂનો માર્સ અને બેયોન્સ ટોચ પર છે, જ્યારે હિમેશ 22મા ક્રમે છે. આ યાદીમાં બિલી આઈલિશ, સબરીના કાર્પેન્ટર, જે-હોપ, કોલ્ડપ્લે, એડ શીરન, બેડ બન્ની, લેડી ગાગા, કેટસે અને શકીરા જેવા નામો પણ શામેલ છે. બ્લૂમબર્ગના મતે, આ વૈશ્વિક રેન્કિંગ તૈયાર કરવા માટે વિશ્વભરમાંથી લગભગ 1,20,000 લોકોએ અરજી કરી હતી. ત્યારબાદ ચાહકોએ પણ આ સમગ્ર પ્રક્રિયામાં માગ લીધો અને તેમના મનપસંદ પોપ સ્ટાર્સને મતદાન કરીને તેમને યાદીમાં આગળ ધકેલી દીધા હતાં.
આ સિદ્ધિ પર, ચાહકો એક્સ અને ઈન્સ્ટાગ્રામ બંને પર હિમેશ પર પ્રેમનો વરસાદ વરસાવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર, એક ચાહકે લખ્યું ‘ભારતીય સુપરહિટ મશીન, એક અને માત્ર શ્રી હિમેશ રેશમિયા.’ તે જ સમયે બીજા ચાહકે લખ્યું ‘આ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે.’ એકે કહ્યું ‘આશિક બનાયા આપને...થી લઈને વૈશ્વિક ચાર્ટ સુધી, કેટલી શાનદાર સફર રહી છે. અભિનંદના’ તે જ સમયે, હિમેશે આ સિદ્ધિ માટે તેના ચાહકો અને ઉદ્યોગના મિત્રોનો આભાર માન્યો છે. આ માટે તેણે મિત્રો તરફથી મળેલા અભિનંદનને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફરીથી પોસ્ટ કર્યા છે. હિમેશની એક્ટિંગ કરિયર વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં ફિલ્મ ‘બદમાશ રવિ કુમાર’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો પરંતુ તે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter