હૃતિકે જિમ ઈક્વિપમેન્ટ એરફોર્સને ભેટ આપ્યા

Monday 16th January 2023 07:09 EST
 
 

હૃતિક રોશને તેની એક ફિલ્મનું શૂટિંગ આસામમાં તેજપુર એરબેઝમાં કર્યું હતું. શૂટિંગ પૂરું થયા બાદ તેણે પોતાનાં જિમનાં ઈક્વિપમેન્ટસ એરબેઝની કેન્ટિનને ભેટ આપી દીધાં છે. ફિલ્મના શૂટિંગ શેડયુલ દરમિયાન પોતાનો વ્યાયામ બાકી ન રહી જાય માટે હૃતિક રોશન પોતાની સાથે જિમનેશિયમના ઇકવિપમેન્ટ લાવ્યો હતો. શૂટિંગ પૂરું થયા પછી અભિનેતાએ ડિફેન્સ ફોર્સની મેસમાં આ સાધનો ભેટ આપી દીધા હતા. હૃતિકે આપેલા ઇક્વિપમેન્ટસમાં લેગ પુલડાઉન, પ્રીચર, લેગ એક્સટેન્શન, રોઇંગ મશીન, સ્કેવેટ રેક અને લેગ પ્રેસ જેવા સાધનોનો સમાવેશ થતો હતો. હૃતિક પહેલી વાર એરફોર્સ ઓફિસરનો રોલ ભજવી રહ્યો છે. તે માટે તેણે તેજપુર એરબેઝમાં દસ દિવસ સુધી શૂટિંગ કર્યું હતું. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter