‘ડ્રીમ ગર્લ’ અને ‘હી મેન’ની 44મી વેડિંગ એનિવર્સરી

Friday 10th May 2024 08:46 EDT
 
 

હિન્દી ફિલ્મઉદ્યોગના મોસ્ટ પોપ્યુલર કપલમાંથી એક એટલે હેમા માલિની અને ધર્મેન્દ્ર. આ કપલે બીજી મેના રોજ 44મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. દિગ્ગજ અભિનેત્રીએ ધર્મેન્દ્ર સાથે 44મી એનિવર્સરીની સોશિયલ મીડિયામાં શેર કરેલી સુંદર તસવીરો વાયરલ થઈ રહી છે. એક્સ એકાઉન્ટ પર શેર થયેલી આ તસવીરોમાં બોલિવૂડની ‘ડ્રીમ ગર્લ’ અને ‘હી મેન’ પોઝ આપતાં જોવા મળે છે. એક તસવીરમાં કપલના ગળામાં મોટી માળા પણ જોવા મળી રહી છે. ઓન સ્ક્રીન જ નહીં, ઓફ સ્ક્રીન પણ હેમા માલિની-ધર્મેન્દ્રની જોડી દર્શકોની વચ્ચે સુપર હિટ રહી છે. 44મી એનિવર્સરીના સેલિબ્રેશનમાં હેમા-ધર્મેન્દ્ર સાથે દીકરી ઇશા પણ જોડાઇ હતી. હેમાએ તસવીરો શેર કરીને લખ્યું છે કે ‘આજે ઘરે લીધેલી તસવીર’. ઇશા દેઓલે એના ઇન્સ્ટાગ્રામ પર મા-પાપાની તસવીર શેર કરતાં લખ્યું છે કે ‘એનિવર્સરીની શુભકામનાઓ...’. ફોટોમાં તમે જોઈ શકો છો કે ઈશાએ પૂરા પરિવાર સાથે ખૂબ મસ્તી કરી છે. બોલિવૂડ ડ્રીમ ગર્લ અને ધર્મેન્દ્રની પહેલી મુલાકાત 1970માં થઈ હતી જયારે ફિલ્મ ‘તુમ હસીન મૈં જવાં’નું તેઓ શૂટિંગ કરી રહ્યા હતા. અનેક અવરોધોનો સામનો કર્યા પછી કપલે 1980માં લગ્ન કર્યા હતા. હેમા માલિની-ધર્મેન્દ્રને બે દીકરીઓ ઇશા અને અહાના છે. આ તસવીરો જોઈને ફેન્સ પણ એનિવર્સરી વિશ કરી રહ્યા છે.
આમ વાત કરવામાં આવે તો હેમા માલિની આજે પણ પોતાની ફિટનેસ અને એક્ટિંગથી ફેન્સને દીવાના બનાવી દે છે. હાલમાં આ તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter