‘બેબો’ના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૨૧ વર્ષ

Friday 09th July 2021 05:18 EDT
 
 

કરીના કપૂરે ફિલ્મ ઉદ્યોગમાં ૨૧ વર્ષની લાંબી મજલ પૂરી કરી છે એટલું જ નહીં, તેણે અલગ ઓળખ ઉભી કરી છે. કરીનાએ ૨૦૦૦માં ફિલ્મ ‘રેફ્યુજી’થી ડેબ્યુ કર્યું હતું. આ પ્રસંગે ‘બેબો’એ ફેન્સનો આભાર માનતા સોશિયલ મીડિયા પર વીડિયો શેર ર્ક્યો છે. જેમાં ‘રેફ્યુજી’ની ક્લિપ્સ છે. આ સાથે જ કરીનાએ આગામી ૨૧ વર્ષનો પ્લાન પણ જણાવ્યો છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છેઃ ૨૧ વર્ષ, આભાર. ભાગ્યશાળી છું કે આ વરસો આનંદમાં ગયા. હજી આવનારા ૨૧ વરસ માટે હું તૈયાર છું. તમારા સહકાર - પ્રેમ માટે આભાર. ઉલ્લેખનીય છે કે, ‘રેફ્યુજી’ ફિલ્મનું દિગ્દર્શન જે. પી. દત્તાએ કર્યું હતું. ફિલ્મમાં અભિષેક બચ્ચન, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, અનુપમ ખેર, કુલભૂષણ ખરબંદા અને રીના રોય જેવા કલાકારોએ કામ કર્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter