અક્ષયની ટ્વિન્કલને ‘કિંમતી ભેટ’

Saturday 21st December 2019 06:50 EST
 
 

ભારતમાં એક કિલો ડુંગળીનો ભાવ ૧૫૦ રૂપિયાનો આંકડો વટાવી ગયો છે. આ સમયે અક્ષયે ટ્વિંકલને ડુંગળીની ઇયરિંગ્સ ગિફ્ટ કરી હસતાં હસતાં જ ડુંગળીના આસમાનને આંબતા ભાવની વરવી વાસ્તવિક્તા સામે આંગળી ચીંધી છે. ઓનિયન ઇયરિંગ્સની તસવીર શેર કરતા ટ્વિંકલે લખ્યું છે કે, ‘મારા પતિ એક શોમાંથી પાછા ફર્યા છે અને તેણે કહ્યું હતું કે, ત્યાં કાંદાના ઈયરિંગ્સ કરીનાને બતાવવામાં આવી હતી જેનાથી તે ખૂબ પ્રભાવિત થઇ નહોતી, પરંતુ મને ખબર છે કે તને તે ખૂબ ગમશે તેથી હું તે તારા માટે લાવ્યો છું.’ કેટલીક વખત નાની અને બાલિશ વસ્તુઓ પણ હૃદયને સ્પર્શી જાય છે. બેસ્ટ પ્રેઝન્ટ એવોર્ડ, ઓનિયન ઈયરિંગ્સ.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter