ઇરફાન પઠાણની શરૂ થશે ફિલ્મી ઇનિંગ્સ

Tuesday 29th October 2019 08:30 EDT
 
 

ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ક્રિકેટમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યા બાદ હવે ફિલ્મોમાં પણ પદાર્પણ કરવાનો છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે ટ્વિટર પર આ જાહેરાત કરી છે અને કહ્યું છે કે ઇરફાન એક તમિળ ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. જોકે હજી સુધી ફિલ્મનું નામ નક્કી થયું નથી. તે આ ફિલ્મમાં ચિયાન વિક્રમ સાથે કામ કરશે. આ ફિલ્મને અજય ગનાનામુથુ નિર્દેશિત કરશે અને લલિત કુમારની સેવન સ્ક્રિન સ્ટુડિયો આ ફિલ્મનું નિર્માણ કરે છે.આ ડાબોડી ક્રિકેટરે હવે રમતમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હાલ તે જમ્મુ-કાશ્મીરમાં રણજી ટીમને તાલીમ આપી રહ્યો છે. તે ભારત વતી અનેક આંતરરાષ્ટ્રીય મેચમાં મહત્ત્વની ભૂમિકા બજાવી રહ્યાો છે અને હવે ફિલ્મોમાં પણ તે આવું જ પ્રદર્શન કરશે તેવી આશાઓ તેના ચાહકો ધરાવે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter