પ્રિયંકા પણ કરશે વેબસિરીઝ

Friday 15th March 2019 07:46 EDT
 
 

પ્રિયંકા ચોપરા જોનસ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્શન કિંગ અક્ષયકુમારના પગલે ચાલી હોવાના સમાચાર છે. તે બહુ જલદી એક વેબ સિરીઝમાં જોવા મળશે. વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ એમેઝોન પ્રાઇમ દ્વારા ડિજિટલ મીડિયમમાં પ્રિયંકા એન્ટ્રી કરશે.
અક્ષયકુમારે હાલમાં જ એમેઝોન પ્રાઇમ સાથે તેની વેબ-સિરીઝ ‘ધ એન્ડ’ની જાહેરાત કરી હતી. બોલિવૂડની ઘણી સેલિબ્રિટીઝ હવે વેબ-શો તરફ વળી રહી છે ત્યારે ગ્લોબલ સ્ટાર પ્રિયંકા પણ એમાંથી બાકાત નથી. એમેઝોન સ્ટુડિયોઝની હેડ જેનિફર સાલ્કેએ કહ્યું હતું કે, મને પ્રિયંકા ખૂબ જ પસંદ છે અને તેણે મારી મુલાકાત નિક જોનસ સાથે પણ કરાવી હતી. તેમણે મને એક વીડિયો મોકલ્યો હતો અને અમે એ તરત જ ખરીદી લીધો હતો. મને એ ખૂબ જ પસંદ છે અને અમે બહુ જલદી સાથે કામ કરીશું. અમારા દિમાગમાં હાલમાં ઘણા આઇડિયા છે, પરંતુ અમે કોઈ ફાઇનલ નથી કર્યું. અમે બહુ જલદી એની જાહેરાત કરીશું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter