ફિલ્મ રિવ્યુઃ સાંડ કી આંખ

Friday 08th November 2019 06:52 EST
 
 

આ દિવાળીએ રિલીઝ થયેલી ફિલ્મ ‘સાંઢ કી આંખ’ બાયોગ્રાફીકલ સ્પોર્ટ ડ્રામા છે. ૨૫મીએ રિલીઝ થયેલી આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર, તાપસી પન્નુ, પ્રકાશ ઝા અને વિનિત કુમાર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. શાર્પશૂટર્સ જેઠાણી - દેરાણી ચંદ્રો અને પ્રકાશી તોમરના જીવન પર આ ફિલ્મ આધારિત છે. સાઠી પછી ચંદ્રો અને પ્રકાશી તોમરે રાઈફલ શૂટિંગની પ્રેકિટસ કરી ત્યારે મધ્ય પ્રદેશમાં તેમના ગામ ઝોહરીમાં તેમની હાંસી ઉડાવાતી હતી. જોકે બંનેએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉમદા પ્રદર્શન કરતા બંને લોકો માટે પ્રેરણામૂર્તિ બન્યાં છે.
ફિલ્મમાં ભૂમિ ચંદ્રોની અને તાપસી પ્રકાશીની ભૂમિકામાં છે. તુષાર હીરાનંદાની નિર્દેશિત આ ફિલ્મ સિનેમાગૃહોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં તાપસી અને ભૂમિએ દમદાર અભિનય આપ્યો હોવાનું ફિલ્મ વિશેષજ્ઞોનું માનવું છે.

કલાકારઃ ભૂમિ પેડનેકર, તાપસી પન્નુ, પ્રકાશ ઝા, વિનિતકુમાર સિંહ
દિગ્દર્શકઃ તુષાર હીરાનંદાની
નિર્માતાઃ અનુરાગ કશ્યપ, રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ, નિધિ પરમાર
સંગીતઃ વિશાલ મિશ્રા


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter