બોલિવૂડે મનાવી ધામધૂમથી દિવાળી

Wednesday 06th November 2019 06:49 EST
 
 

બોલિવૂડની હસ્તીઓએ પણ દિવાળીનો મહાપર્વ ખૂબ જ ધામધૂમથી મનાવ્યો હતો. અભિનેત્રી પ્રયંકા ચોપરાએ પતિ નીક જોનાસ સાથે મેક્સિકોમાં દિવાળી ઉજવી હતી. મહાનાયક અમિતાભ બચ્ચને દિવાળીની લેવિશ પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાન, રિશિ કપૂર તેમની પત્ની નીતુસિંહ અને પુત્રી રિદ્ધિમા કપૂર સહાની, અનિલ કપૂર, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, રાણી મુખરજી, કેટરિના કૈફ, શ્રદ્ધા કપૂર, જેક્વેલિન ફર્નાન્ડિઝ, રાજકુમાર રાવ, વરુણ ધવન, શાહિદ કપૂર, તાપસી પન્નુ, જિતેન્દ્ર તેમની પત્ની શોભા, તેમનાં બંને સંતાનો, અક્ષયકુમાર તેમની પત્ની ટ્વિંકલ અને પુત્ર આરવ સહિત હિન્દી ફિલ્મજગતની ઘણી હસ્તીઓ દેખાઈ હતી.
ફિલ્મમેકર કરણ જોહરના ‘ધર્મા પ્રોડક્શન’ની દિવાળી પાર્ટીમાં કાર્તિક આર્યન, અર્જુન કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, જ્હાનવી કપૂર, ભૂમિ પેડનેકર, વરુણ ધવન, વિકી કૌશલ સહિતના ફિલ્મી સિતારોઓનો ઝગમગાટ જોવા મળ્યો હતો.
સૈફ અલી ખાન અને કરીના કપૂરે પણ દિવાળી પાર્ટી આપી હતી. સારા અલી ખાને આ પાર્ટીના ફેમિલી ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યાં તેમાં સૈફ, કરીના, સારાનો ભાઈ ઈબ્રાહિમ, તૈમુર અને સારા ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં હતાં. આ ઉપરાંત આ પાર્ટીના કરિશ્મા કપૂર સાથેના ફોટોગ્રાફ્સ કરીના કપૂરે પણ સોશિયલ મીડિયામાં શેર કર્યાં હતાં.
બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે પણ પરિવાર અને મિત્રો સાથે જક્કાસ દિવાળીની પાર્ટી યોજી હતી. પાર્ટીમાં ત્રણેય ભાઈઓ બોની કપૂર, અનિલ કપૂર અને સંજય કપૂર અને તેના પરિવારે ખૂબ મજા કરી હતી. નિર્માત્રી એક્તા કપૂરે પણ દિવાળી પાર્ટી યોજી હતી. તેમાં ફિલ્મ ઉપરાંત ટેલિવિઝન જગતની કેટલીય હસ્તીઓ મહેમાન બની હતી. દિવાળી પહેલાં ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ યોજેલી પાર્ટીમાં સલમાન ખાન, કુણાલ ખેમુ અને તેની પત્ની સૌહા અલી, પ્રીતિ ઝિંટા, સોનાક્ષી સિંહા, શ્રિયા સરન તથા તમન્ના ભાટિયા હાજર હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter