લિવર ૭૫ ટકા ખરાબ હોવાનો બિગ-બીનો ખુલાસો

Wednesday 28th August 2019 09:29 EDT
 
 

‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સિઝન તાજેતરમાં શરૂ થઈ ગઈ છે. અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાની સ્ટાઇલ અને ફેશનને પગલે ચર્ચામાં આવી ગયા છે. અમિતાભ બચ્ચન તબિયતના મામલે ભારે સંઘર્ષ કરી રહ્યા છે. એકદમ ફિટ અને એક્ટિવ જોવા મળનાર બિગ બીનું ૭૫ ટકા લિવર ખરાબ થઈ ગયું છે. માત્ર ૨૫ ટકા લિવરથી જ તેઓ જીવી રહ્યા છે. બિગ બીએ પોતે કાર્યક્રમ દરમિયાન આ વાતની જાણકારી આપી હતી. ૭૬ વર્ષીય અમિતાભ બચ્ચને ટીવીના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે લોકોએ પોતાના શરીરનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. આજની લાઇફસ્ટાઇલને જોતા આ એક જરૂરી બાબત બની ગઈ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter