શબાના આઝમી સ્ટિવન સ્પિલબર્ગની વેબ સિરીઝમાં

Saturday 17th August 2019 09:00 EDT
 
 

પીઢ અભિનેત્રી શબાના આઝમી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ફિલ્મમેકર સ્ટિવન સ્પિલબર્ગની વેબ સિરિઝ ‘હેલો’માં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. નેટફ્લિક્સ પર પ્રસારિત થનારી નવ એપિસોડની આ સિરિઝના દિગ્દર્શક ઓટો બાથર્સ્ટ છે, જેણે આ જ પ્લેટફોર્મ પરથી પ્રસાર થયેલી સિરિઝ ‘બ્લેક મિરર’નું દિગ્દર્શન કર્યું છે. ‘હેલો’ વિશ્વની જાણીતી વીડિયો ગેમ ફ્રેંચાઇઝી છે. ૨૦૦૧માં તેના આગમન બાદ અત્યાર સુધીમાં તેની ૭ કરોડ ૭૦ લાખ કોપી વેચાઇ ગઇ છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter