સંજય લીલાની ‘ગંગુબાઇ’ બનશે આલિયા ભટ્ટ

Monday 28th October 2019 08:26 EDT
 
 

ફિલ્મ ‘ઇન્શાલ્લાહ' પર કામ બંધ થતા જ મીડિયામાં ચર્ચા હતી કે સંજય લીલા ભણસાલી ડિસ્ટર્બ થઈ જશે, પણ ભણસાલી હિંમત ન હારતા આલિયા સાથે અન્ય એક ફિલ્મની યોજના કરી રહ્યો છે. જે હવે આ બાતમી સાચી પડતી હોય તેવું જણાય છે. સંજય ભણસાલીની આગામી ફિલ્મ ‘ગંગુબાઇ’ હશે જેમાં આલિયા મુખ્ય પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ રાખવામાં આવ્યું છે અને ફિલ્મ ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રીલિઝ કરવામાં આવશે.
આ ફિલ્મ લેખક હુસૈન જૈદીના પુસ્તક માફિયા ક્વીનસ ઓફ મુંબઇના એક ચેપ્ટર પર આધારિત છે. ગુંગુબાઇ કામાટી પુરાની મુખિયા તરીકે જાણીતી હતી.
આ પહેલા ભણસાલી આ ફિલ્મ પ્રિયંકા ચોપરા સાથે કરવાનો હતો, પરંતુ પછીથી વ્યસ્તતાનું કારણ દર્શાવીને પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો. સંજય લીલા ભણસાલીની સલમાન ખાન સાથેની ફિલ્મ ‘ઇન્શાલ્લાહ’ બંધ થતા જ ભણસાલીએ આલિયાને નિરાશ ન કરતાં આ ફિલ્મ માટે ફાઇનલ કરી દીધી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter