સામાજિક મુદ્દા પરની ફિલ્મ ‘થપ્પડ’નું ટ્રેલર રિલીઝ

Saturday 01st February 2020 06:06 EST
 
 

તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ‘થપ્પડ’નું ટ્રેલર તાજેતરમાં લોન્ચ થયું છે અને દર્શકોને ખાસ્સું પસંદ પડ્યું છે.  ‘મુલ્ક’ અને ‘આર્ટિકલ ૧૫’ ફેમ દિગ્દર્શક અનુભવ સિંહાની આ ફિલ્મ પણ સમાજના હાર્ડ હિટિંગ મુદ્દા પર જ છે. મહિલા સશક્તિકરણ પર આધારિત આ ફિલ્મમાં તાપસી પન્નુની સાથે પવેલ ગુલાટી પણ લીડ સ્ટારકાસ્ટમાં સામેલ છે. ફિલ્મમાં દિયા મિર્ઝા પણ સામેલ છે. ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કરતાં તાપસીએ લખ્યું કે, ‘હાં બસ એક થપ્પડ... પર નહીં માર સકતા!’ ફિલ્મ અનુભવ સિંહાએ જ પ્રોડ્યુસ પણ કરી છે. આ તેમની પહેલી એવી ફિલ્મ છે જેનો વિષય મહિલા પર આધારિત છે. ફિલ્મ ૨૮મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter