સુશાંત સિંહને ડેંગ્યુઃ આરામ ફરમાવવાની સલાહ

Wednesday 20th November 2019 07:47 EST
 
 

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને ડેંગ્યુ થતાં તેણે અબુધાબીની ટૂર કેન્સલ કરીને હમણાં ભારતમાં જ સારવાર લેવાનું નક્કી કર્યું છે. ડોક્ટર્સે તેને આરામ કરવાની સલાહ આપી છે. હાલમાં જ સુશાંત યુરોપ ફરીને મુંબઈ આવ્યો હતો. તેની તબિયત છેલ્લા થોડા સમયથી ખરાબ હતી. તેણે કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવતાં ડેંગ્યુ થયાનું માલૂમ પડ્યું હતું. સુશાંત ૧૬મી અને ૧૭મી ડિસેમ્બરના વીકેન્ડમાં અબુધાબી જવાનો હતો, પરંતુ હવે ડોક્ટર્સની સલાહ પ્રમાણે તે હવે આરામ કરશે. તેણે તેના આગામી શૂટિંગ શિડ્યુલમાં પણ ફેરફાર કરવા પડશે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter