અફઘાનિસ્તાને ફરી અપસેટ સર્જ્યોઃ શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું

Friday 03rd November 2023 05:41 EDT
 
 

પૂણેઃ પ્લેયર ઓફ ધ મેચ બનેલા ફઝલહક ફારુકીએ 34 રનમાં ચાર વિકેટ ઝડપ્યા બાદ ઓમરઝાઇ અને શાહિદીએ ત્રીજી વિકેટ માટે નોંધાવેલી સદીની ભાગીદારીની મદદથી અફઘાનિસ્તાને વર્લ્ડ કપના 30મા મુકાબલામાં શ્રીલંકાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ વધુ એક વખત અપસેટ સર્જ્યો છે. અગાઉ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડને હરાવી ચૂકેલા અફઘાનિસ્તાને શ્રીલંકાને હરાવીને ચાહકોની ભારે પ્રશંસા મેળવી છે. જોકે મંગળવારની મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને હરાવીને અગાઉની હારનો બદલો લીધો હતો. શ્રીલંકાના 241 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર અફઘાન ટીમે 45.2 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 242 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter