ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ઈલિંગવર્થનું નિધન

Friday 07th January 2022 04:15 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન રે ઈલિંગવર્થનું કેન્સરની બીમારી બાદ નિધન થયું છે. તેઓ ૮૯ વર્ષના હતા. ૧૯૫૮થી ૧૯૭૩ દરમ્યાન તેઓ ઈંગ્લેન્ડ તરફથી ૬૧ ટેસ્ટ મેચ રમ્યા હતા. જેમાં ૨૩.૨૪ રનની સરેરાશથી કુલ ૧૮૩૬ રન બનાવ્યા હતા. તેમણે ૩૧.૨૦ રન પ્રતિ વિકેટની સરેરાશથી સ્પિન બોલિંગ નાંખતાં ૧૨૨ વિકેટ પણ ઝડપી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન તરીકે ૩૧ ટેસ્ટમાં સુકાન સંભાળ્યું હતું, જેમાં ૧૨ ટેસ્ટ વિજય મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડે ૧૯૭૦-૭૧માં તેમના નેતૃત્વમાં જ ઓસ્ટ્રેલિયાની ધરતી પર એશીઝ શ્રેણી જીતી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter