ઓલિમ્પિક્સ - 2028માં ક્રિકેટને સ્થાન મળવા સંભાવના

Saturday 05th August 2023 06:57 EDT
 
 

વોશિંગ્ટનઃ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ રમાયાના 128 વર્ષ બાદ રમતના મહાકુંભમાં ફરી એક વાર ક્રિકેટનો સમાવેશ થઈ શકે છે. વર્ષ 2028માં લોસ એન્જલસમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની વાપસીની પ્રબળ શક્યતા છે. છેલ્લે વર્ષ 1900ની ઓલિમ્પિકમાં ક્રિકેટને સ્થાન મળ્યું હતું. એ પછી પહેલીવાર ઓલિમ્પિકમાં ક્રિકેટ જોવા મળી શકે છે. ઓલિમ્પિકમાં પુરુષો અને મહિલાઓની ટી-20 મેચો સામેલ કરાય એવી સંભાવના છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter