ગોલ્ડન બોય હરમિત દેસાઇ

Thursday 04th August 2022 06:33 EDT
 
 

બર્મિંગહામઃ શહેરના યજમાનપદે રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં સુરતના હરમિત દેસાઇએ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતતાં હીરાનગરીમાં ખુશીનો માહોલ છવાયો છે. આ સાથે જ ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ પાંચમો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ટીમ ઇંડિયાએ સિંગાપુરને ટેબલ ટેનિસમાં 3-1થી હાર આપી છે. હરમિત દેસાઈ અને જી. સાથિયાને પોતાના સિંગલ્સ મેચ જીતવા ઉપરાંત બન્નેએ ડબલ્સમાં પણ મેચ જીતી લીધો હતો.
હરમિતના માતા અર્ચના દેસાઈએ જણાવ્યું હતું કે, સ્પર્ધા ખૂબ ટફ રહી હતી. સામેની ટીમ પણ મજબૂત હતી, છતાં હરમિતનું પરફોર્મન્સ ખૂબ સારું રહેતા સફળતા મળી છે. પિતા રાજુલ દેસાઈએ જણાવ્યું હતું કે, અત્યારે આ સફળતા અમને સાતમા આસમાન કરતાં પણ ઊંચી લાગી રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter