ગ્રાઉન્ડમાં ઘુસેલા દર્શક પર આજીવન પ્રતિબંધ

Thursday 02nd September 2021 11:32 EDT
 
 

લીડ્સઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી હેડિંગ્લે ટેસ્ટ દરમિયાન મેદાનમાં ગેરકાયદે ઘુસી ગયેલા ડેનિયલ જાર્વિસ પર યોર્કશાયરે સ્ટેડિયમમાં પ્રવેશ પર આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. હવે તેને ક્યારેય હેડિંગ્લેમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ભારતની બીજી ઈનિંગમાં રોહિત શર્મા આઉટ થયો તે પછી ઈંગ્લેન્ડનો આ યુટ્યુબર જાણે બેટિંગ કરવા ઉતરતો હોય તેમ ભારતીય ટીમ જેવી જ હેલ્મેટ તથા બેટિંગ પેડ પહેરીને હાથમાં બેટ લઈને ઘૂસી ગયો હતો. જોકે સિક્યુરિટીએ તરત જ તેને બહાર કાઢ્યો હતો. તેના પર સિક્યુરિટી તોડવાનો આરોપ પણ મૂકાયો છે, અને તેને નાણાકીય દંડ પણ ફટકારવામાં આવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter