જોફ્રા આર્ચર આઈપીએલમાંથી આઉટ

Sunday 23rd February 2020 07:47 EST
 
 

લંડનઃ ઇંગ્લેન્ડનો ટોચનો પેસ બોલર જોફ્રા આર્ચર સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે આઇપીએલ ૨૦૨૦ સિઝનમાંથી બહાર થઇ ગયો છે. આર્ચરની ઇજા  ભૂતપૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ માટે મોટા ફટકાસમાન બની રહેશે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ઇસીબી) આ બાબતને સમર્થન આપ્યું છે કે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનાર આર્ચર ઇંગ્લેન્ડના શ્રીલંકા ખાતેના ટેસ્ટ પ્રવાસમાંથી પણ આઉટ થઇ ગયો છે. તે ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહે તેવી સંભાવના છે. વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં જન્મેલો ૨૪ વર્ષીય આર્ચર સાત ટેસ્ટ અને ૧૪ વન-ડે ઇન્ટરનેશનલ માટે અનુક્રમે ૩૦ અને ૨૩ વિકેટ ઝડપી ચૂક્યો છે. તેણે આઇપીએલમાં અત્યાર સુધી ૨૧ મેચ રમી છે જેમાં તેણે ૨૬ વિકેટ મેળવી છે. ગઇ સિઝનમાં તે રાજસ્થાન રોયલ્સ માટે ૧૧ મેચ રમ્યો હતો અને ૧૧ વિકેટ ઝડપી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter