બ્રિટિશ ભારતીય ક્રિકેટ પ્રતિભા રિશિ પટેલ

Wednesday 14th April 2021 06:55 EDT
 
 

લેસ્ટરઃ બ્રિટનમાં જન્મેલો ૨૩ વર્ષીય ક્રિકેટર રિશિ પટેલ આ સીઝનમાં લેસ્ટરશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ તરફથી રમવાનો છે ત્યારે તેમને ક્રિકેટ બેટ સ્પોન્સરશિપ અને સ્પેશિયાલિસ્ટ આઈ કેર પ્રોડક્ટ્સની ભેટ અપાઇ હતી.
જમણેરી બેટ્સમેન રિશિ પટેલને ૨૦૨૧ની સિઝન અગાઉ ૨૦૧૯ના કાઉન્ટી ચેમ્પિયન્સ અને ૨૦૨૦ના બોબ વિલિસ ટ્રોફી ચેમ્પિયન્સ એસેક્સ સીસીસી પાસેથી લેસ્ટરશાયર સીસીસી માટે કરારબદ્ધ કરાયો છે. તે લેસ્ટરશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબમાં દાખલ થતાં પહેલા બે વર્ષનો કોન્ટ્રાક્ટ ધરાવતો હતો. આ પ્રતિભાશાળી બેટ્સમેન ૨૦૧૯માં કેમ્બ્રિજ એમસીસીયુ વિરુદ્ધ એસેક્સની ફર્સ્ટ ઈલેવન તરફથી રમ્યો હતો અને તે પછી વધુ પાંચ ઈનિંગ્સ રમ્યો હતો. તેણે સર્વોચ્ચ ૩૫ રન સાથે કુલ ૧૪૬ રનનો સ્કોર કર્યો હતો.
૨૦૧૯ની સીઝનમાં ડેરેન રોબિન્સનની સેકન્ડ ઈલેવનની પાંચ સદીના રેકોર્ડસને સરભર કર્યા પછી આ બેટ્સમેને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. રોબિન્સને આ રેકોર્ડ માટે ૨૪ ઈનિંગ્સ ખેલી હતી, જેની સામે રિશિ પટેલે રેકોર્ડ સરભર કરવા માત્ર ૧૦ ઈનિંગ્સ લીધી હતી અને તેનું નામ ભારત સામે રમવા માટે પસંદ થયું હતું. રિશિ પટેલે ૨૦૧૯માં લિસ્ટ-એમાં પ્રવેશ કર્યો હતો અને હેમ્પશાયર સામે અત્યાર સુધીમાં શ્રેષ્ઠ ૩૫ રન નોંધાવ્યા હતા. રિશિ પટેલ રનિંગ ફોક્સીસ માટે પ્રથમ કક્ષામાં એપીયરન્સ કરનારો ૪૮૮મો કેલાડી બન્યો છે.
લેસ્ટરમાં સેઈફ ડિપોઝિટ કંપની મિન્ટ સિક્યુરિટીઝના મેનેજિંગ ડાયરેક્ટર સુરેખા ચૌહાણે જણાવ્યું હતું કે, ‘રિશિના બેટ્સને સ્પોન્સર કરતા મિન્ટ સિક્યુરિટીઝ આનંદ અનુભવે છે. રિશિ પ્રતિભા સાથે પ્રોફેશનાલિઝમ તેમજ યુકેમાં બ્રિટિશ એશિયન કોમ્યુનિટીઝના વૈવિધ્યપૂર્ણ યોગદાનને મૂર્તિમંત બનાવે છે.’
લેસ્ટરમાં સ્થાનિક કોમ્યુનિટીઝને આવશ્યક આંખોની સારસંભાળ પૂરી પાડનારી એસ.આઇ. ઓપ્ટિકલ્સના મેનેજિંગ ડાયરેક્ટર શબીર ઈબ્રાહિમે જણાવ્યું હતું કે, ‘રિશિને તેના કોન્ટેક્ટ લેન્સીસ અને આઈવેર સાથે સપોર્ટ કરવાની ખુશી છે. હું એમેચ્યોર ક્રિકેટર છું ત્યારે વિવિધ કોમ્યુનિટીના યુવા પ્લેયર્સને પ્રોફેશનલ સ્તરે પ્રતિનિધિત્વ કરતા નિહાળવાનું ખરેખર આનંદપ્રેરક છે.’
એસેક્સમાં જન્મેલા રિશિ પટેલે જણાવ્યું હતું કે, ‘લેસ્ટરશાયર કાઉન્ટી તરફથી રમવાનું તેમજ સ્થાનિક બિઝનેસીસ પાસેથી સપોર્ટ મેળવવો તે મારા માટે બહુમાન છે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter