ભારત-પાક. મેચ પછી એમસીએ અધ્યક્ષ અમોલ કાલેનું હાર્ટએટેકથી નિધન

Wednesday 12th June 2024 06:09 EDT
 
 

ન્યૂ યોર્ક: ટી20 વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે છ રનથી વિજય મેળવ્યો હતો પણ આ સારા સમાચારની સાથે એક દુઃખદ સમાચાર પણ આવ્યા છે. ભારત–પાકિસ્તાનની આ મેચ જોવા અમેરિકા ગયેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)ના અધ્યક્ષ અમોલ કાલેનું નિધન થયું છે. તેઓ એમસીએના અધિકારીઓ સાથે ભારત–પાકિસ્તાનની મેચ જોવા ન્યૂ યોર્ક ગયા હતા. અમોલ કાલેએ સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ હતી. મેચ પત્યા પછી તેમની તબિયત બગડી હતી અને એટેકના લીધે તેમનું અવસાન થયું હતું. અમોલ કાલે ગયા વર્ષે જ મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ બન્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter