ભારત-પાક. મેચ પર નજર માંડીને બેઠા છે ક્રિકેટચાહકો

Wednesday 05th June 2024 13:35 EDT
 
 

ન્યૂ યોર્કઃ રવિવારથી ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થયો. ગ્રૂપ-એમાં અમેરિકાએ કેનેડાને હરાવ્યું. જોકે, આ ગ્રૂપમાં વાસ્તવિક સૌથી ધમાકેદાર મેચ રવિવા - નવમી જૂને ન્યૂ યોર્કમાં રમાશે. આ દિવસે બે કટ્ટર પ્રતિસ્પર્ધી ભારત અને પાકિસ્તાન આમનેસામને ટકરાશે. બંને ટીમો સુપર-8માં સ્થાન મેળવવાની પ્રબળ દાવેદાર છે. ભારત અને પાક.માં ટી20 ફોર્મેટનાં બે દિગ્ગજ ખેલાડીઓ અનુક્રમે કોહલી અને બાબર છે. વર્તમાન વર્લ્ડ કપમાં રમતા તમામ ખેલાડીઓમાં માત્ર આ બે ખેલાડીઓ જ ટી20 ઈન્ટરનેશનલમાં 4000 રનનો આંક પાર કરી શક્યા છે.

ટીમ ઇંડિયાઃ સુપરસ્ટાર્સથી ભરપૂર નંબર વન ટીમ
• ભારત ટી20 રેન્કિંગમાં નંબર-1 ટીમ છે. ટીમમાં એકથી એક ચઢિયાતા સ્ટાર ખેલાડીઓ છે. ટોપ ઓર્ડરમાં રોહિત, કોહલી, સૂર્યકુમાર સાથે યુવા ખેલાડી યશસ્વી દેખાશે. જ્યારે મિડલ ઓર્ડરમાં સેમસન અને પંત છે, જેઓ આઈપીએલ-17માં શાનદાર ફોર્મમાં હતા. જાડેજા, અક્ષર, હાર્દિક, શિવમ દુબે જેવા સારા ઓલરાઉન્ડર્સ પણ ટીમમાં છે.
• બોલિંગમાં સૌથી મહત્ત્વપૂર્ણ બુમરાહ જ રહેશે. તેણે વન-ડે વર્લ્ડ કપ અને આ વર્ષની આઈપીએલમાં 20-20 વિકેટ લીધી હતી. આ ઉપરાંત સિરાજ-અર્શદીપ પણ છે. સ્પિનમાં ટીમ પાસે કુલદીપ અને ચહલ જેવા ખેલાડીઓ છે.
• વિરાટ કોહલી 1141 રન સાથે ટી20 વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી સફળ બેટર છે. જયવર્દને (1016) પછી તે માત્ર બીજો બેટર છે. જે ટી20 વર્લ્ડ કપમાં 1000+ રન કરી ચૂક્યા છે. વિરાટ કોહલી ગત ટી20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર હતો. તે આઈપીએલનો હાઈએસ્ટ સ્કોરર હતો, જે દર્શાવે છે કે તેનું વર્તમાન ફોર્મ શાનદાર છે. જોકે, કોહલી ગત વર્લ્ડ કપ બાદ માત્ર 2 આંતરરાષ્ટ્રીય મેચ જ રમ્યો છે. એ પણ અફઘાન ટીમ વિરુદ્ધ.
• ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), યશસ્વી, કોહલી, સૂર્યકુમાર, પંત (કીપર), સેમસન (કીપર), શિવમ દુબે, રવીન્દ્ર, અક્ષર, કુલદીપ, ચહલ, અર્શદીપ સિંહ, બુમરાહ, મો. સિરાજ

પાકિસ્તાન ટીમ ગત વખતની રનર અપ
• પાકિસ્તાન રેન્કિંગમાં સાતમા ક્રમે છે. ગત વર્લ્ડ કપમાં ટીમ બાબરનાં નેતૃત્વમાં ટીમ રનર અપ હતી અને આ વખતે પણ તે જ કેપ્ટન છે. કોચની ભૂમિકામાં અનુભવી ગેરી કર્સ્ટન ટીમ સાથે જોડાઈ ચૂક્યા છે. ટીમ વર્તમાન વર્લ્ડ કપ સાઈકલમાં 26 માંથી 9 મેચ જીતી છે. જોકે વર્લ્ડ કપ અગાઉ જ ટીમ ઈંગ્લેન્ડ સામે સીરિઝ હારી છે. આયર્લેન્ડ સામે પણ એક મેચ ગુમાવી હતી.

• ટીમમાં શાહીનસ નસીમ, હારિસ જેવા ઘાતક બોલર્સની ત્રિપુટી છે. મોહમ્મદ આમિર બાદ બોલિંગ આક્રમણ મજબૂત થશે. સ્પિનમાં શાદાબ, ઈફ્તિખાર અને ઈમાદ છે. બેટિંગમાં બાબર, રિઝવાન અને ફખર પર જવાબદારી વધુ રહેશે. આ ત્રણ ના ચાલે ત્યારે ટીમનો ધબડકો થાય છે એ હાલની મેચોમાં જોવા મળ્યું છે.

• કેપ્ટન બાબરનાં નેતૃત્ત્વમાં પાક. ટી20 વર્લ્ડ કપમાં એક વાર સેમિ ફાઈનલ અને એક વખત ફાઈનલ રમી ચૂકી છે. બેટિંગમાં પણ ટીમ બાબર પર ઘણી નિર્ભર છે. બાબરે ઈંગ્લેન્ડ સામેની સીરિઝ જ ટી20 કરિયરમાં 4000 રન પૂર્ણ કર્યા. પાકિસ્તાન સુપર લીગમાં 550 કરતાં વધુ રન કરનાર એકમાત્ર હતો અને વર્તમાન વર્લ્ડ કપ સાઈકલમાં પણ પાક.નો ટોપ-સ્કોરર પણ છે.
• ટીમ: બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહમદ, આઝમ ખાન, ફખર, હારિસ રઉફ, ઈક્તિખાર, ઈમાદ, વસીમ. અબ્બાસ આફ્રિદી, આમિર, રિઝવાન, નસીમ, સૈમ અય્યબ, શાદાબ, શાહિન, ઉસ્માન ખાન


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter