રોનાલ્ડોની દિલેરીઃ પોર્ટુગલની બે હોટેલ હોસ્પિટલમાં ફેરવી

Thursday 26th March 2020 08:58 EDT
 
 

લિસ્બન: કોરોનાના વધતા જોખમ વચ્ચે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોર્ટુગલમાં પોતાની ૨ હોટેલને હાલ હોસ્પિટલમાં ફેરવી છે. તેણે લિસ્બન અને ફુંચાલમાં પોતાની બંને CR7 નામે જાણીતી હોટેલને હોસ્પિટલ બનાવ્યાનું બહાર આવ્યું છે. સ્પેનિશ અખબાર ‘માર્કા’ના અહેવાલ અનુસાર, આ બંને સ્થળોએ હવે કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત ડોક્ટર અને નર્સની સેલેરી પણ રોનાલ્ડોનું ફાઉન્ડેશન જ ચૂકવશે. દર્દીઓ અને મેડિકલ સ્ટાફના રહેવા તથા આવવા-જવાનો ખર્ચ, ભોજન અને દવાઓના ખર્ચ પણ ફાઉન્ડેશન જ ભોગવશે. લિસ્બનની એક હોટેલમાં એક રાત માટે રૂમનું ભાડું ૧૮ હજાર જ્યારે ફુંચાલની હોટેલમાં ૧૫ હજાર રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો હાલ મેડેરા (પોર્ટુગલ)માં પોતાના ઘરમાં છે અને પોતાની માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યો છે. તેની માતાની તબિયત લથડ્યા બાદ તે ઈટલીથી ઘરે પરત આવી ગયો હતો. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter