લોર્ડ્ઝમાં દીપોત્સવની ઉજવણી

Wednesday 19th October 2022 06:18 EDT
 
દીપોત્સવની ઉજવણી પ્રસંગે મહાનુભાવો અને ECBના સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. પાછલી હરોળમાં (જમણેથી ત્રીજા) ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામી. (ડાબેથી) ઈંગ્લિશ ક્રિકેટર સમિત પટેલ તથા ECBના ચીફ ડાઈવર્સિટી એન્ડ કોમ્યુનિકેશન્સ ઓફિસર કેટ મિલર; અને (જમણેથી) ઈંગ્લિશ ક્રિકેટર રવિ બોપારા, ECBના ડાયરેક્ટર ઓફ સ્ટ્રેટેજી વિક્રમ બેનરજી અને સનરાઈઝ રેડિયોના પ્રેઝન્ટર અનુષ્કા અરોરા
 

લંડનઃ લોર્ડ્ઝના ઐતિહાસિક લોન્ગ રૂમ ખાતે બુધવાર 12 ઓક્ટોબરે પ્રકાશના પર્વ દીવાળીની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી દીવાળીના વાસ્તવિક અર્થને જીવંત સ્વરૂપ આપવા પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે આરતી પણ કરાઇ હતી.
દીપોત્સવની ઉજવણીમાં ઉપસ્થિત મહાનુભાવોમાં યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રી વિક્રમ દોરાઈસ્વામી અને તેમના પત્ની, ક્રિકેટર્સ રવિ બોપારા અને સમિત પટેલ વગેરેનો સમાવેશ થતો હતો. સનરાઈઝ રેડિયોના પ્રેઝન્ટર અનુષ્કા અરોરાએ આ શાનદાર કાર્યક્રમના હોસ્ટ તરીકે જવાબદારી સંભાળી હતી.
આ પ્રસંગે ECB (ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ)ના અધ્યક્ષ રિચાર્ડ થોમ્પ્સન, ડાયરેક્ટર ઓફ સ્ટ્રેટેજી વિક્રમ બેનરજી તેમજ ચીફ ડાઈવર્સિટી એન્ડ કોમ્યુનિકેશન્સ ઓફિસર કેટ મિલર સહિતના વક્તાઓએ સંબોધન કર્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter