વન-ડે ક્રિકેટની ‘ફિફટી’: વિઝડનની નજરે કપિલ - સચિન - કોહલી શ્રેષ્ઠ ક્રિકેટર

Wednesday 21st April 2021 05:24 EDT
 
 

લંડન: વન-ડે ક્રિકેટના ૫૦ વર્ષ નિમિત્તે પ્રકાશિત થયેલા ‘વિઝડન’ ૨૦૨૧ના અંકમાં ૧૯૭૧માં વન-ડે ક્રિકેટનો સૌપ્રથમ પ્રારંભ થયો ત્યારથી પ્રત્યેક દાયકાના શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટરની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઇંડિયાનો વન-ડે ક્રિકેટના ૫૦ વર્ષ દરમ્યાન કઇ હદે દબદબો હશે તે વાતનો અંદાજ એના પરથી આવી જાય છે કે ૧૯૮૦ના દાયકામાં કપિલ દેવ વન-ડેનો શ્રેષ્ઠ ખેલાડી રહ્યો છે. જ્યારે ૧૯૯૦થી ૨૦૦૦ના દાયકામાં સચિન તેંડુલકર વિશ્વનો શ્રેષ્ઠ વન-ડે ખેલાડી જાહેર થયો છે જ્યારે ૨૦૧૦થી ૨૦૨૦ના દાયકામાં વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીને શ્રેષ્ઠ તરીકે નવાજવામાં આવ્યો છે.
૧૯૭૦થી ૧૯૮૦ના દાયકામાં વેસ્ટ ઈંડિઝનો વિવિયન રિચાર્ડસ અને ૨૦૦૦થી ૨૦૧૦ દરમ્યાન શ્રીલંકાનો સ્પિનર મુરલીધરન શ્રેષ્ઠ પુરવાર ઠર્યો છે. કપિલ દેવે તેના દાયકામાં વિશ્વના તમામ બોલરોમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી અને ૧૦૦૦થી વધુ રન કરનારા ખેલાડીઓમાં તેનો સ્ટ્રાઇક રેટ બેટિંગમાં સૌથી વધુ હતો. સચિન તેંડુલકરે ૧૯૯૮ના વર્ષમાં નવ સદી ફટકારી હતી. એક કેલેન્ડર વર્ષમાં આટલી સદી ફટકારવાનો
સળંગ ૨૧ વન-ડેમાં વિજય
જોકે આશ્ચર્યની વાત એ છે કે વન-ડે ક્રિકેટ અને તેના વર્લ્ડ કપ જીતવામાં ઓસ્ટ્રેલિયા જ સુપ્રીમ રહ્યું છે. તેઓનો સળંગ ૨૧ વન-ડે મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ છે. ૧૯૮૭, ૨૦૦૦, ૨૦૦૩, ૨૦૦૭, ૨૦૧૫માં એમ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યું છે છતાં તેઓની ટીમનો એક પણ ખેલાડી સ્થાન નથી પામી શક્યો. ૭૦ના અને ૮૦ના દાયકામાં વેસ્ટ ઇંડિઝ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનું પણ વર્ચસ્વ હતું. વોર્ન, મેકગ્રા, હેડન, ગિલક્રીસ્ટ, પોન્ટિંગ, મેચ વિનર ખેલાડીઓ રહ્યા છે. સાઉથ આફ્રિકાનો ડીલીવીયર્સ પણ જબરજસ્ત ખેલાડી છે.
જોકે કપિલ દેવ, તેંડુલકર અને મુરલીધરન નિર્વિવાદ પસંદગી જ છે. ‘વિઝડન’ માટે આ પસંદગી કરનાર પેનલિસ્ટે માત્ર વર્લ્ડ કપને નજરમાં નથી લીધો, પણ દ્વિપક્ષીય તેમજ ત્રિકોણીય અને અન્ય જંગને નજરમાં વિશેષ લીધા છે. કોઇ એક વર્લ્ડ કપ જેવી ભલેને સૌથી પ્રતિષ્ઠિત હોય તેને માત્ર નજરમાં નથી લીધી. બાકી તેંડુલકરના ૨૦૦૦થી ૨૦૧૦ સુધીમાં ધરખમ રન થયા હતા. વોર્ન કરતા મુરલીધરનને આ જ ધોરણે શ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યો છે.
૧૯૭૦થી ૧૯૮૦ દરમ્યાન વિન્ડિઝ વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું જેમાં વિવિયન રિચાર્ડસ ઓલટાઇમ ગ્રેટ જેવી મેજિકલ ઈનિંગ રમ્યો હતો. આમ પણ તે દાયકામાં રિચાર્ડસની નજીક કોઇ હરિફ તરીકે ફરકી શકે તેમ ન હતું.
એશિયન ક્રિકેટરોનો દબોદબો
પાંચ દાયકામાંથી ચાર દાયકાના એશિયન ક્રિકેટરો છે તે પણ ઉલ્લેખનીય છે. કોહલીએ ૨૦૧૦થી ૨૦૨૦માં ૧૧,૦૦૦ રન, ૬૦ કરતા પણ વધુ સરેરાશથી ૪૨ સદી સાથે ફટકાર્યા છે તે પણ બિનહરીફ જેવો ખેલાડી છેલ્લા દાયકામાં રહ્યો છે.
બેન સ્ટોક્સ ૨૦૨૧નો શ્રેષ્ઠ ક્રિકેટર
‘વિઝડન’ના ૨૦૨૧ના અંકમાં ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડર બેન સ્ટોકસને વર્ષનો શ્રેષ્ઠ અગ્રણી ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો છે. સતત બીજા વર્ષે તેને આ બહુમાન મળ્યું છે. ૫૮ રનની સરેરાશથી સ્ટોકસે વર્ષમાં ૬૪૧ રન બનાવ્યા છે અને ૧૮ રનની એવરેજથી ૧૯ વિકેટ પણ ઝડપી છે. આવો ઓલરાઉન્ડ દેખાવ તેણે તેના પિતા ગેડને ૬૫ વર્ષની વયે જ કેન્સરની બીમારી બાદ ગુમાવ્યા છતાં ગજબની માનસિક સ્વસ્થતા જાળવીને મેદાન પર બતાવ્યો હતો.
આ ઉપરાંત ઇંગ્લેન્ડના ડેરેન સ્ટીવન્સ, ડોમ સિબ્લી, ઝા ક્રાઉલી, વેસ્ટ ઇંડિઝના જેસન હોલ્ડર, પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનનો પણ ૨૦૨૧ના ઉત્કૃષ્ટ ક્રિકેટરોનો અલગ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 
મહિલા ક્રિકેટરમાં ઓસ્ટ્રેલિયાની બેથ મૂની તેમજ અગ્રણી ટી-૨૦ મેન્સમાં પોલાર્ડને સ્થાન અપાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter