વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઇ ઇંડિયન્સ ચેમ્પિયન

Wednesday 29th March 2023 12:19 EDT
 
 

મુંબઇઃ વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલમાં હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે દિલ્હી કેપિટલ્સને સાત વિકેટે હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ બાદ વિવિધ કેટેગરીમાં ખેલાડીઓ ઉપર ધનવર્ષા પણ થઈ હતી. મુંબઇની ટીમે વિજેતા તરીકે છ કરોડ તથા દિલ્હીની ટીમે ત્રણ કરોડ રૂપિયા મળ્યા હતા. જોકે આ રકમ મેન્સ આઇપીએલ કરતાં ઘણી ઓછી છે. ગયા વર્ષે ચેમ્પિયન બનેલી ગુજરાત ટાઇટન્સની ટીમને 20 કરોડ રૂપિયાનું જંગી ઇનામ મળ્યું હતું. રનર્સ-અપ બનેલી રાજસ્થાન રોયલ્સની ટીમને 12.5 કરોડ રૂપિયા મળ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter