સરફરાઝ કન્ફયૂઝ હતો, ગેમપ્લાન જ નહોતોઃ સચિન

Friday 21st June 2019 06:14 EDT
 
 

લંડનઃ માસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરનું માનવું છે કે પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ ભારત સામેના વર્લ્ડ કપના મુકાબલા પહેલાં અવઢવમાં હતો અને તેની ટીમ પાસે કોઈ ગેમપ્લાન નહોતો. સચિને જણાવ્યું હતું કે મારા માતે સરફરાઝ કન્ફયૂઝ હતો કારણ કે રિયાઝ જ્યારે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેના માટે શોર્ટ મિડવિકેટ ફિલ્ડર રાખ્યો હતો. ત્યારબાદ શાદાબ ખાન આવ્યો ત્યારે સ્લિપમાં એક ફિલ્ડર મૂક્યો હતો. વરસાદી વાતાવરણમાં લેગ સ્પિનર માટે બોલની ગ્રીપ પકડવી મુશ્કેલ હતી. મોટી મેચમાં આ પ્રકારની ફિલ્ડિંગ ગોઠવી શકાય નહીં. તેની પાસે રણનીતિના અભાવ હતો. પાકિસ્તાનનો કોઈ પણ બોલર સ્થાનિક વાતાવરણનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. બોલરને મૂવમેન્ટ ના મળી રહી હોય ત્યારે ઓવર ધ વિકેટ બોલિંગ ચાલુ રાખતા નથી. સ્ટમ્પની આસપાસ બોલિંગ કરવાનું વહાબે શરૂ કર્યું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter