સાહાને ધમકાવનાર પત્રકાર બોરિયા મજમુદાર પર પ્રતિબંધ લાગી શકે

Thursday 05th May 2022 10:37 EDT
 
 

મુંબઈઃ ભારતીય ટેસ્ટ ટીમના સિનિયર વિકેટકીપર રિદ્ધિમાન સાહાને ધમકાવવાના મામલે પ્રસિદ્ધ પત્રકાર બોરિયા મજમુદાર ઉપર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) બે વર્ષનો પ્રતિબંધ લાગુ કરી શકે છે. જો પ્રતિબંધ લાગુ થશે તો મજમુદાર દેશના કોઇ પણ ક્રિકેટ સ્ટેડિયમમાં પણ પ્રવેશી શકશે નહીં. એક અહેવાલ અનુસાર બીસીસીઆઈની ત્રણ સભ્યોની તપાસ સમિતિને બોરિયા મજમુદારને સાહાને ધમકાવવાના મામલે દોષિત હોવાનું માલૂમ પડયું છે. બોરિયા અને સાહા વચ્ચેની આ ઘટના આ વર્ષની 19 ફેબ્રુઆરીએ સામે આવી હતી. મજમુદારે આઠ મિનિટ અને 36 સેકંડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સાહાના આરોપો સંદર્ભે સ્પષ્ટતા કરી હતી. સાહાએ આરોપ મૂક્યો હતો કે મજમુદારે તેને ઇન્ટરવ્યૂ નહીં આપવા બદલ ધમકાવ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter