સૂર્યકુમાર સતત ત્રણ વખત ઝીરોમાં આઉટ, ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ બનાવ બન્યો

Saturday 01st April 2023 12:32 EDT
 
 

ચેન્નઈઃ ટ્વેન્ટી20 ફોર્મેટના નંબર-1 બેટ્સમેન ભારતના સૂર્યકુમાર યાદવના નામે વન-ડે ક્રિકેટમાં શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી તથા અંતિમ વન-ડેમાં પણ સૂર્યકુમાર ગોલ્ડન ડકમાં આઉટ થયો હતો. તે પ્રથમ બોલે જ પેવેલિયન પરત ફર્યો હતો. 29મી ઓવરના પ્રથમ બોલે એગરે કોહલીને (54) આઉટ કર્યા બાદ સૂર્યકુમારને પ્રથમ બોલે જ બોલ્ડ કર્યો હતો. વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સતત ત્રણ મેચમાં સતત પ્રથમ બોલે આઉટ થનાર સૂર્યકુમાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. સૂર્યકુમાર ઓસ્ટ્રેલિયા સામેની ત્રણેય મેચમાં બેટિંગ કરવાની તક મળી હોવા છતાં ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને પ્રથમ બે વન-ડેમાં મિચેલ સ્ટાર્કે આઉટ કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter