આપણે સ્ટાર્મરને બિરદાવવા જોઈએ?

કપિલ દૂદકીઆ Tuesday 07th November 2023 15:53 EST
 

હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમાને સરઘસોને ‘ઘૃણા-તિરસ્કારના સરઘસો’ તરીકે વર્ણવીને કબૂતરોના ટોળામાં બિલાડી છોડી મૂકી છે. તેમણે આ શબ્દનો શાથી ઉપયોગ કર્યો તે સમજવાનું શાણા માણસો માટે સહેલું છે. આપણે જ્યારે શેરીઓમાં સરઘસો-કૂચને જતાં નિહાળીએ છીએ ત્યારે સ્પષ્ટ થઈ જાય છે કે મોટા ભાગના લોકો તેમની ઘૃણા બહાર કાઢવા અથવા સરકાર વિરુદ્ધ પોતાનો રોષ દર્શાવવા અથવા તો અજ્ઞાનતા સાથે બધાની સાથે દેખાદેખી જોડાઈ જતા હોય છે.

તમે કલ્પના તો કરો કે આ સરઘસોમાં LBGTQ+ કોમ્યુનિટીના સભ્યો પણ જોવા મળ્યા છે. કેટલું વિચિત્ર છે, કારણકે તેઓ પેલેસ્ટાઈનમાં હોત તો શરીઆ કાયદા હેઠળ તેમને ખતમ કરી દેવાયા હોત. આસ્થા ધરાવતા અને અન્ય લોકો પણ સામેલ થયા હતા. ફરી કહું તો, શરીઆ હેઠળ આ બધાને ‘કાફિર’ તરીકે જ વર્ગીકૃત કરી દેવાયા હોત અને બળજબરીથી ધર્માન્તરણ કરી દેવાયું હોત. જો આમ ન થયું હોત તો તેમને ખતમ કરી દેવાયા હોત અને જો તેમાં સ્ત્રીઓ હોત તો તેમને સેક્સ ગુલામ બનાવી દેવાઈ હોત. હજારો લોકોને આમ કૂચ કરતા જોવાનું આશ્ચર્યજનક લાગ્યું, જે લોકો માત્ર ગાઝામાં જ નહિ, સમગ્ર વિશ્વમાં શરીઆ કાયદાને લાગુ કરવા ધમપછાડા કરે છે તેમના હાથે શોષણ અને દુરુપયોગ કરાવવાની યાચના જેવું જ લાગ્યું. રસપ્રદ બાબત એ હતી કે કૂચ કરનારાઓના હાથમાં ‘યુદ્ધવિરામ’ અને ‘નદીથી સમુદ્ર સુધી પેલેસ્ટાઈનને મુક્ત કરો’ જેવી માગણી સાથે દરેક પ્રકારના પ્લેકાર્ડ, પોસ્ટર અને બેનર્સ હતા. હમાસ આતંકવાદીઓને વખોડતું કે નિંદા કરતું એક પણ પોસ્ટર મને દેખાયું નહિ. હજારો લોકો સમગ્ર જ્યુઈશ કોમ્યુનિટીનો વિનાશ કરવાની માગણી સાથે કૂચ કરે અને અને હમાસને એક પણ વખત વખોડે નહિ તે કેવું લાગે? આથી, તેને હેટ માર્ચ કહેવાઈ તેમાં જરા પણ આશ્ચર્ય નથી.

લેબર પાર્ટીના નેતાએ વડા પ્રધાન રિશિ સુનાકને અનુસરી યુદ્ધવિરામની માગણી કરવાનું નકારી દીધું ત્યારે લેબર પાર્ટી અને અતિ ડાબેરીઓ હાંફળાફાંફળા થઈ ગયા. યુદ્ધવિરામ શા માટે નિષ્ફળ જાય તેનું સીધુસાદું કારણ છે. યુદ્ધવિરામ થવા સાથે પણ હમાસ ફરી એકઠું થઈ ઈઝરાયેલ પર હુમલાઓ ચાલુ રાખશે. હમાસના જ શબ્દોમાં કહીએ તો ઈઝરાયેલ દેશનો સંપૂર્ણ નાશ થાય અને દરેક યહુદીને ખતમ કરી દેવાય ત્યાં સુધી ઈઝરાયેલ અને જ્યૂઝ પર હુમલાઓ ચાલુ જ રાખશે. હવે મને કહો, આ પૃથ્વી પર કયો શાણો માણસ એમ માનશે કે યુદ્ધવિરામ સફળ બનશે?

હમાસે તો તેના માટે શક્ય અને કાબુ હેઠળ છે તેવું એક માત્ર કાર્ય, તમામ હોસ્ટેજીસને કોઈ પણ શરત વિના મુક્ત કરવાનું કાર્ય કરવાની પણ તમા રાખી નથી. હમાસ છુપાઈ રહેવા માટે પોતાના જ લોકોનો ઉપયોગ હોસ્ટેજીસ તરીકે કરતા હોય ત્યારે આમાં જરા પણ આશ્ચર્ય નથી.

પેલેસ્ટિનિઅન હમાસ આતંકવાદીઓએ ઈઝરાયેલ પર પ્રથમ હુમલો કર્યાને એક મહિનો વીતી ગયો છે અને અત્યાર સુધી આપણા બંને મુખ્ય રાજકીય પક્ષોએ યુદ્ધવિરામની માગણીની તરફેણ કરી નથી. આના કારણે કેર માટેનું નેરેટિવ-વિવરણ બદલાઈ ગયું છે. આપણે પ્રશ્ન એ પૂછવાનો છે કે શું આપણે કેરને તેમના વલણ બદલ બિરદાવવા જોઈએ? અથવા આપણે અન્ય પરિબળો હોઈ શકે છે તેનો પણ વિચાર કરવો જોઈએ?

આખરે આ સપ્તાહે આપણે તેમના નેતા દ્વારા લેવાયેલા નિર્ણયના વિરોધમાં કેટલાક મુસ્લિમ લેબર કાઉન્સિલરોએ રાજીનામાં આપી દીધા તે જોયું. હું જાણું છું ત્યાં સુધી એક પણ મુસ્લિમ સાંસદે રાજીનામું આપ્યું નથી. કેટલાકે કાગારોળ મચાવી અસંતોષ વ્યક્ત કર્યો છે પરંતુ, લેબર પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાની હિંમત એક પણમાં નથી.

હું કેરને બિરદાવું છું કે તેમણે મુસ્લિમ કોમ્યુનિટી બડાશોના ફુગ્ગામાં સોય ભોંકવાનો વિશ્વાસ હાંસલ કરી લીધો છે. હવે તેમની પાસે બીજે જવાની કોઈ જગ્યા જ નથી. તેઓ ટોરીઝને મત આપશે નહિ, લિબડેમને આપેલો મત વેડફાશે. હવે તેમની પાસે જેરેમી કોર્બીનનું શરણ લઈ બળવાખોર માનસિકતા, કોર્બિનાઈટ્સ, એક્સ્ટિંક્શન રિબેલિયન, સીએનડી, બંડખોર યુનિયન્સની આકર્ષે તેવી સેન્ટર લેફ્ટ પાર્ટી લોન્ચ કરવા કહેવાનો માર્ગ રહ્યો છે. જો આમ થાય અને મુસ્લિમો મોટી સંખ્યામાં લેબરને તરછોડે તો, તેઓ લેબરને પાઠ ભણાવી શકે છે. કદાચ, આનાથી ટોરીઝને ફરી સત્તા મળી શકે છે. જો તેઓ 2024માં હારે તો લેબર પર અંકુશ મેળવવાનું મોટું પ્રાઈઝ હાંસલ કરવા માટે આ નાની કિંમત કહેવાય. કારણકે, જો કેરનો વિજય થાય તો અતિ ડાબેરી અને મુસ્લિમ કોમ્યુનિટી સંપૂર્ણપણે તેના અંગૂઠા હેઠળ આવી જશે (આમાં કશું ખોટું નથી).

આજની પળે તો, કેર અને લેબર પાર્ટી ટોરીઝ કરતાં 20 ટકા જેટલા આગળ છે અને આગામી ઈલેક્શન જીતી શકે છે. માત્ર લેબરની આંતરિક અરાજકતા જ તેને પછાડી શકે છે અથવા જો રિશિ અને ટોરીઝ દુશ્મનોને પરાજિત કરવાની જાદુઈ ગોળી શોધી કાઢે તો સ્થિતિ બદલાઈ શકે છે.

હું ડાબેરી ચક્રમોને અળગા કરી દેવાના નિર્ણય માટે કેરને બિરદાવું છું. એમ લાગે છે કે ટોની બ્લેરનો બીજો અવતાર (જોકે, તેના કરિશ્મા વિના જ!) આખરે બહાર આવી રહ્યો છે. આમ છતાં, લેબર-રાજકીય પાર્ટી જરા પણ બદલાઈ નથી.

યહુદીવિરોધ, ઈઝરાયેલવિરોધ, ભારતવિરોધ અને હિન્દુવિરોધી લાગણીઓના મૂળભૂત તત્વો હજુ પણ ફૂલીફાલી રહ્યાં છે અને આ બે દેશા સાથે તેની વિદેશનીતિને અસર કરે છે. કેર સ્ટાર્મરે તેના તાજેતરના નિર્ણયો થકી કપિલની કોલમમાંથી એક પાનું ઓછું કર્યું છે અને લેબરની કાટ ખાધેલી છબીને સાચી રીતે દૂર કરવી હોય તો તેમણે આવા વધુ પાના દૂર થાય તેવા નિર્ણયો લેવાની જરૂર છે. કેર, આરંભ તો ઘણો સારો છે પરંતુ, લેબર પાર્ટી પર ફરી વિશ્વાસ કરી શકાય તે પહેલા મારે પરિવર્તનના કેટલાક નક્કર પુરાવાઓ જોવા પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter