કવિતા - જેના ઘરમાં ભક્તિજ્ઞાન

સીએમના જય જગત.. Wednesday 14th July 2021 03:08 EDT
 

જેના ઘરમાં ભક્તિજ્ઞાન તે ઘર આવે છે ભગવાન
જ્યાં છે સંત તણા સન્માન તે ઘર આવે છે ભગવાન
જ્યાં છે માતપિતાને માન તે ઘર આવે છે ભગવાન
ઘરમાં સઘળાં સંપી રહેતા એકબીજાને દોષ ન દેતા
નાના મોટા સર્વે સમાન તે ઘર આવે છે ભગવાન
એકબીજાનું હિત વિચારી, મીઠી મીઠી વાણી ઉચ્ચારી
રાખે ધર્મ કેરું જ્ઞાન તે ઘર આવે છે ભગવાન
માતપિતાના તે (જે) સંસ્કારો
તેવા આવે બાળકમાં વિચારો
વધે કુટુંબ કેરું જ્ઞાન તે ઘર આવે છે ભગવાન
સ્નેહની સુવાસ વિશ્વે વ્યાપે ..
દેવો આવી આરતી ઉતારે
તે ઘર સ્વર્ગ સમાન તે ઘર આવે છે ભગવાન
એવા ભક્તો પ્રભુને ગમતા સાથે બેસી ભોજન જમતા
તેવા પોતે બને સુકાન..તે ઘર આવે છે ભગવાન
જેના ઘરમાં ભક્તિજ્ઞાન.. તે ઘર આવે છે ભગવાન

- સીએમના જય જગત

comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter