દેવોની પોતાની ભૂમિ ભારત, હજારો વર્ષોના કાલખંડમાં હજારો વખત આક્રમણો સહન કરવાં છતાં, તેનું અસ્તિત્વ યથાવત છે. ભારતના લોકોએ પોતાની સફળતા અથવા શ્રેષ્ઠતાની વ્યાખ્યાને કદી પણ અન્યોની ભૂમિને કબજે કરવાની તુલનામાં મૂકી નથી. આ એ જ રાષ્ટ્ર છે જેના પ્રભાવક વિસ્તાર એક સમયે પૂર્વીય ઈરાન, વર્તમાન પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તિબેટ, નેપાલ, ભૂતાન, વર્તમાન બાંગલાદેશ, મ્યાંમાર, થાઈલેન્ડનો થોડો હિસ્સો, ઈન્ડોનેશિયા, વિયેટનામ, લાઓસ, કમ્બોડીઆ, મલેશિયા, બ્રુનેઈ, સિંગાપોર, માલદીવ્ઝ, મોરેશિયસ, શ્રી લંકા અને સેશેલ્સ સુધી વિસ્તરેલો હતો. ઘણા લોકો એમ પણ માને છે કે તેનો પ્રભાવ કદાચ આનાથી પણ વધારે હશે. આ બધા જ દેશોમાં સ્થાનિક ધાર્મિક માન્યતાઓને પણ આદર આપતા સનાતન ધર્મના મૂલ્યો સાથે ઈન્ડિક પ્રભાવિત સંસ્કૃતિની એક સમાનતા રહેલી છે. તેઓ આક્રમણખોરોની જંગલિયાત અથવા જુલ્મના કારણે નહિ પરંતુ, પોતાના મૂલ્યોથી એકસંપ બની રહેલા સમાન માનસિકતા ધરાવતા દેશોનો સંઘ જેવા હતા.
હજારો વર્ષના કાલખંડમાં આ શાંતિપ્રિય લોકો પર નિષ્ઠુર- અસંસ્કારી બાહ્ય બળો દ્વારા આક્રમણ થતું રહ્યું હતું. દરેક આક્રમણખોર તેમને ગુલામ બનાવવા, દેશની સંપત્તિ લૂંટવા અને તેમના રીતરિવાજ-પરંપરા અને તેમના ‘ઈશ્વર’ પર આધિપત્ય જમાવવા ઈચ્છતા હતા.
કદાચ આનો આરંભ સામાન્ય રીતે એલેકઝાન્ડર ધ ગ્રેટ તરીકે ઓળખાતા, મેસેડોનના એલેકઝાન્ડર ત્રીજાથી થયો જેણે ઈસવી સન પૂર્વે ૩૨૬માં ભારત પર આક્રમણ કર્યું હતું. ઈ.સ. ૭૧૨માં ભારત પર આક્રમણ કરનારા પ્રથમ મુસ્લિમ મુહમ્મદ ઈબ્ન કાસિમ અલ-થાકાફી જેવાં આક્રમણખોરો પણ નિહાળ્યા છે. ભારતમાં ચંગેઝ ખાન તરીકે ઓળખાતા જેંગિસ ખાનને કોણ ભૂલી શકે જે મોંગોલ સામ્રાજ્યનો પ્રથમ ‘ગ્રેટ ખાન’ હતો.
આ પછી ૧૩૯૮માં ટિમુર ગુરકાનીથી ઈસ્લામિક હુમલાખોરોની જાણે હારમાળા સર્જી હતી. ઈરાનના શાસક નાદેર શાહ અફશારે ૧૭૩૮માં ભારત પર આક્રમણ કર્યું અને મોગલ બાદશાહ મુહમ્મદ શાહને પરાજિત કરી અતિ કિંમતી રાજસિંહાસન મયુરાસનને લૂંટી ઈરાન લઈ ગયો હતો. અફઘાનિસ્તાનના શાસક અહમદ શાહ દુર્રાનીએ તો ઘણી વખત ભારત પર આક્રમણ કર્યું હતું જેમાં ૧૭૬૧નું આક્રમણ સૌથી પ્રખ્યાત ગણાયું જેમાં તેણે પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓને પરાજિત કર્યા હતા. અને છેલ્લે આવ્યું ‘બ્રિટિશ રાજ’. મૂળભૂતપણે શ્વેત ખ્રિસ્તી એમ્પાયર જાણે ભારતની અપાર સંપત્તિના આખરી ઔંસને ઘરભેગાં કરવા માટે જ નિર્માયું હતું. શ્વેત ખ્રિસ્તીઓની શ્રેષ્ઠતાની માનસિકતા વિશિષ્ટ ક્રૂરતા સાથેના પોર્ટુગીઝ હુમલાખોરોને ગોવા ખેંચી લાવી હતી. પોપ નિકોલસ પાંચમાએ આપેલા આશીર્વાદ થકી કિંગ જ્હોન ત્રીજાએ કોઈ પણ પ્રકારે ગોવાવાસીઓને રોમન કેથોલિકવાદમાં ધર્માન્તરણ કરવા મોકલાયેલા ફ્રાન્સિસ ઝેવિયર્સ અને માર્ટિન આલફોન્સોએ તેનો અમલ કરવામાં કશું બાકી રાખ્યું નહિ.
ઉપરોક્ત હકીકતો બાહ્ય આક્રમણખોરો દ્વારા ભારત પર કરાયેલા સતત આક્રમણોની ઝાંખી માત્ર છે. ચીરકાલીન-શાશ્વત સાવર્ત્રિક ધર્મ, સનાતન ધર્મ એક પછી એક આક્રમણોના દોર છતાં, ટકી રહ્યો. ભારતના લોકો ઈસ્લામિક ખિલાફત અથવા ક્રિશ્ચિયન ઈસાઈ જગતનો હિસ્સો બની જાય તે માટે તેમના પર શક્ય તમામ જબરદસ્તી અથવા દમન કરાતું રહ્યું. દરેક આક્રમણખોર જેનું અસ્તિત્વ હતું તેને ભૂંસવા અને પોતાની આગવી અને વિકૃત મહત્ત્વાકાંક્ષાઓ તેમની પર થોપવા ઈચ્છતો હતો.
આટલા હજારો વર્ષોના ગાળામાં ભારતના લોકે જે આક્રમણોમાંથી પસાર થયા છે તેનો જરા વિચાર કરીએ ત્યારે તેમની સ્થિતિસ્થાપકતા વિશે અવશ્ય આશ્ચર્ય પણ થશે. આજે પણ ઈન્ડિક ધર્મના પાયાની સુપેરે જાળવણી તેઓ કરી રહ્યા છે. સત્ય, ધર્મ, શાંતિ અને પ્રેમના મહાન મૂલ્યો રાષ્ટ્રના પ્રત્યેક પાસાને ટકાવી રાખે છે. માત્ર પ્રાચીન ભાષાઓ જળવાઈ છે એટલું જ નહિ, કેટલીક ભાષાનો પુનર્જન્મ પણ થયો છે. પાશ્ચાત્ય ઈતિહાસકારો ભારતના સાચા ઈતિહાસને તોડીમરોડી વિકૃત બનાવી રહ્યા છે ત્યારે સત્યનો વિજય થાય તેવો સમય ઝડપથી આવી રહ્યો છે.
આપણે ઈસ્લામિક તાલિબાનને પોતાની આતંકવાદી ખિલાફત સ્થાપવા અફઘાનિસ્તાન પરના આક્રમણના સાક્ષી બની રહ્યા છીએ ત્યારે આપણે તેમની બર્બરતા- જંગલિયાત અને તેમના શેતાનીપણાને જરા પણ ઓછાં આંકવા જોઈએ નહિ. આમ છતાં, સમયની કસોટીના એરણ પરથી પાર ઉતરેલી આપણી આંતરિક તાકાતને પણ ઓછી ન આંકીએ તે જરૂરી છે. ભારતનો ઉજ્જવળ પ્રકાશ ૨૧મી સદીમાં પ્રસરી જશે અને સમગ્ર વિશ્વને અધર્મની વિનાશક શક્તિઓથી બચાવી શકે તેવા એક માત્ર રાષ્ટ્ર તરીકે તેનો ઉદય થશે. અબ્રાહમના સહોદર- ભાઈબહેનોએ આ પૃથ્વીનું ભારે નુકસાન કર્યું છે. બસ, હવે તો બહું થયું, આ કપટલીલાના પર્દાફાશનો સમય પાકી ગયો છે.
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)