મારે કંઈક કહેવું છે - કંઈક અનુકરણ કરવા જેવું...

- ડો. નગીનદાસ પી પટેલ લંડન Wednesday 09th June 2021 06:09 EDT
 

આ ૬૭મી પાર્લામેન્ટના સ્ટેટના ઉદઘાટન માટચે આપણાં હર મેજેસ્ટી ક્વિન એલિઝાબેથ દ્વિતીય, પોતાના સદગત પતિશ્રીના અવસાનને અને દેશમાં ઘાતક કોવિડથી ઉપજેલા પ્રજાના દુઃખને ધ્યાનમાં લઈને આ ઉદઘાટનમાં સુંદર અને શણગારેલા અને દબદબાભર્યા કોચને બદલે એક લિમોઝિન કારમાંમ પાર્લામેન્ટ પહોંચ્યા હતા. તેમની આવી નમ્રતાને સો સો સલામ.
આગામી મહિનાઓમાં સરકાર ત્રીસેક જેટલાં બીલ રજૂ કરે તેવી વકી છે. તે સર્વમાં પોતાની અનુમતિ અને હકારાત્મક કરીને પરત ગયા. એ બધા બીલમાં એક બીલે મારું ધ્યાન દોર્યું. એ નીચે પ્રમાણે હતું.
'To establish, advanced research and invention agency for ground breaking scientific discoveries.'
મારા અંગત અભિપ્રાય પ્રમાણે, જો ભારત, ગ્રેટ બ્રિટનની માફક એવું જ બીલ અપનાવે અને અમલમાં મૂકે તો દેશની ઉન્નતિમાં ચાર ચાંદ લાગે. આપણે જાણીએ છીએ કે દુનિયામાં અગ્રસ્થાન ધરાવતા દેશો જેવા કે નોર્થ અમેરિકા, રશિયા, ચીન, જાપાન, યુકે કે જર્મની વગેરે ઔદ્યોગિકરણ અને અવનવી વૈજ્ઞાનિક શોધખોળોથી દુનિયાના અનેક દેશોને હચમચાવી શકે છે.
ભારતમાં પણ અત્યારની યુવા પેઢીમાં પારાવાર બુદ્ધિધન હયાત હોવા છતાં પરદેશમાં જઈને ઝળકી ઉઠે છે કારણકે આપણે તે બધાને ઉંચુ વેતન, અદ્યતન સગવડો અને જરૂરી સાધનો આપીને દેશમાં જ તેનો લાભ ઉઠાવી શકતા નથી. જો અનેક વિષયોમાં રિસર્ચ અને નવા સંશોધનોમાં તેમને પરોવી શકીએ તો લાંબા ગાળે 'Sky is the limit'  જેટલી પ્રગતિને પંથે પાડીને ભારતને વિશ્વના વિક્સિત દેશોની હરોળમાં મૂકી શકીએ. એટલું જ નહીં પણ આપણા પડોશી દેશોની દાદાગીરી અને કનડગતને અંકુશમાં રાખીને તે સર્વથી પણ વધુ બળવાન બનાવી શકીએ. તેમાં જરા પણ ઢીલ નહીં પણ આજે અત્યારે જ શુભસ્ય શીઘ્રમનો સિદ્ધાંત અપનાવવો પડે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter