મારે કંઈક કહેવું છે - ઠગ કંપનીઓ પર નિયંત્રણની જરૂર

- ભૂપેન્દ્ર એમ ગાંધી ઈમેલ દ્વારા Wednesday 14th July 2021 03:55 EDT
 
 

આ દેશમાં લોકોનું વલણ માત્ર બિઝનેસલક્ષી જ છે. તેમને સાચી કે ખોટી કોઈપણ રીતે નફો જ કરવો હોય છે. તેમ કરવામાં કોઈને નુક્સાન થાય તો તેઓ તેની પણ પરવા કરતા નથી.  
એનર્જી પ્રોવાઈડર, ઈન્સ્યુરન્સ, ટેલિફોન અને ટીવી તથા કેટલાંક અન્ય બિઝનેસના મને ખૂબ ખરાબ અનુભવો થયા છે. આવું ફક્ત મારી સાથે જ નથી બન્યું. હું મારી લડાઈ તો જાતે જ લડી શકું તેમ છું અને તે સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ જઉં તો મારા સાંસદ મને મદદ કરવા માટે હંમેશા તૈયાર અને ઉત્સુક હોય છે.  
તાજેતરમાં એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મન્થલી ડીડી દ્વારા આપણે ચૂકવણી કરતા હોઈએ અને આપણે રીડિંગ સબમીટ કર્યું હોય તો પણ તેઓ અંડરપેમેન્ટ  ક્રિએટ કરવા દે છે. તેથી જ્યારે રિન્યૂનો ટાઈમ આવે ત્યારે તેઓ તમારા રિન્યૂઅલ સેટ અપમાં આ અંડરપેમેન્ટનો સમાવેશ કરવાની ઓફર સાથે ૫૦૦થી ૨,૦૦૦ પાઉન્ડનું બીલ આપી દે છે.  
ખાસ કરીને જેમને ઉચ્ચક એરિયર પેમેન્ટ ન પોષાય તેવા વડીલો સહિત ઘણાં લોકો સંમત થાય છે અને વાર્ષિક કોન્ટ્રાક્ટ રિન્યૂ કરે છે. જે લોકો ઓપન માર્કેટમાં સસ્તા દરોનો લાભ લઈ શકતા નથી તેમને આ લોકો ફસાવે છે.  
કેટલાંક બિઝનેસીસ એવાં પણ છે જે ખૂબ ભરોસાપાત્ર છે અને તેઓ તેમના ગ્રાહકોની સારી સંભાળ રાખે છે અને તેમનાથી શક્ય તેટલી તમામ મદદ કરે છે. મારો અનુભવ એવો છે કે તેમાં થોડો વધુ ખર્ચ થતો હોય તો પણ તેમની સાથે જ રહેવું જોઈએ કારણ કે અંતે આપણે ઘણી બચત તો કરી શકીશું જ પરંતુ, કોઈપણ તકલીફ વિના રિન્યુઅલ થઈ જશે.  
મને ભરોસા પર આધારિત હોય તેવી કંપનીઓનો ખરાબ અનુભવ થયો છે. આવી કંપનીઓ દિવ્યાંગો,વડીલોને મદદરૂપ થતી હોવાનો દાવો કરતી હોય છે. પરંતુ, જે રેટ ચાલતા હોય તેનાથી ડબલ ક્વોટ કરતી હોય છે. હું જ્યારે તેના વિશે પૂછું તો તેઓ ક્વોટની ગણતરીનું કામ કમ્પ્યુટર કરે છે તેવો લૂલો જવાબ,બહાનું આપતા હોય છે. તેની સામે હું એમને જવાબ આપું કે તમારે તમારું કમ્પ્યુટર અપડેટ કરવું જોઈએ.    
સરકારે આવી ઠગ કંપનીઓને નિયંત્રણમાં લેવાનો સમય પાકી ગયો છે. સરકારે તેમને ભારે દંડ ફટકારીને લોકોનું શોષણ થતું અટકાવવું જોઈએ. (346)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter