મકરસક્રાંતિનો તહેવાર લણણીની મોસમની શરૂઆત સૂચવે છે. નવા પાકની પૂજા કરાય છે અને આનંદ ઉલ્લાસ સાથે તેની વહેંચણી કરાય છે. આ તહેવાર ઋતુમાં પણ ફેરફારને સૂચવે છે. તે દિવસથી સૂર્ય દક્ષિણથી ઉત્તર દિશામાં ભ્રમણ શરૂ કરે છે. મકરસક્રાંતિની ઉજવણી પતંગ ચગાવીને, તાપણા કરીને, મેળા યોજીને, નદીમાં સૂર્યપૂજાના આયોજન સાથે અને ઉજાણી, નૃત્ય અને સામાજિક મેળાવડા યોજીને કરવામાં આવે છે.
મકરસક્રાંતિએ નાના મોટાં સૌનો પ્રિય તહેવાર છે. સૌ તેની આતુરકાપૂર્વક રાહ જોતા હોય છે. રંગબેરંગી પતંગો ખરીદીને, દોરી રંગાવીને આ પર્વની તૈયારી કરે છે. ઉત્તરાયણના દિવસે સૌ સવારે વહેલા ઉઠી જાય છે અને પતંગો સાથે મકાનના છાપરા કે ધાબા પર પહોંચીને પતંગ ઉડાડવાનું શરૂ કરે છે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે.
મહિલાઓ ગાયોને ગુગરી બનાવીને ખવડાવે છે અને જરૂરતમંદ લોકોને દાન કરે છે.
બીજું એ કે થોડાં વર્ષ પહેલા જ મને જાણવા મળ્યું હતું કે ક્રિશ્ચિયન બાઈબલમાં થયેલા વર્ણન પ્રમાણે ઈસુ ખ્રિસ્તના જન્મને યાદ રાખવા માટે ઘણાં ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓ દર વર્ષે ૭ જાન્યુઆરીએ અથવા તેની આસપાસના દિવસોમાં ક્રિસમસ ઉજવે છે. આ તારીખ જુલિયન કેલેન્ડર પ્રમાણેની છે. કેટલાંક લોકોએ સેન્ટ્રલ અને ઈસ્ટર્ન યુરોપથી કેનેડા સ્થળાંતર કર્યું તેથી તેઓ જુલિયન કેલેન્ડર પ્રમાણે ઉજવણી કરે છે. પૂર્વ યુરોપના ઘણાં દેશોમાં તેને આંતરવિચારણા અને ચિંતનનો સમય ગણાય છે. ઘણાં ખ્રિસ્તીઓ ઉપવાસ પાળે છે. તેઓ અને હેપ્પી દિવાલી કહેતા હતા એટલે હું તેમને ૭ જાન્યુઆરીએ અથવા તે પહેલા હેપી ક્રિસમસ કહીને શુભેચ્છા પાઠવતો હતો.
દુનિયાભરમાં વસતા હિંદુઓને મકરસક્રાંતિ, લોહરી અને માઘી પર્વની શુભકામના.