મારે કંઈક કહેવું છે - મેમોરિયલ ડેની ઉજવણી....

- સુરેશ અને ભાવના પટેલ મારખમ, કેનેડા Wednesday 02nd June 2021 07:08 EDT
 

અમેરિકન આર્મ્ડ્ ફોર્સીસમાં ફરજ બજાવતા મૃત્યુ પામેલા લશ્કરીકર્મીઓના સન્માનમાં અને તેમના મૃત્યુનો શોક મનાવવા માટે અમેરિકામાં મેમોરિયલ ડે મનાવાય છે. તે દિવસે ફેડરલ હોલિડે હોય છે. સામાન્ય રીતે આ હોલિડે મે મહિનાના છેલ્લા સોમવારે રખાય છે. સ્વાંતત્ર્ય અને લોકશાહીની રક્ષા કરતા અને દુનિયાભરના સિવિલ વોર, આંતરિક ઘર્ષણો અને ઘરઆંગણાના આતંકવાદમાં ઘેરાયેલા જુદા જુદા દેશોમાં શાંતિની જાળવણી માટે શાંતિરક્ષક દળમાં ફરજ દરમિયાન પોતાની કિંમતી જીંદગીનું બલિદાન આપનારા આર્મ્ડ ફોર્સીસના કર્મીઓને આપણે સલામ કરવી જોઈએ અને નમન કરવું જ જોઈએ. આમ તો અમેરિકાએ છેડેલા કેટલાંક યુદ્ધ રાજકીય અને મુખ્યત્વે ઓઈલ અને તેના પોતાના હિતના હતાં.

આ ઉપરાંત, ગયા વર્ષની શરૂઆતથી જ મોટાભાગના દેશો કોવિડ – ૧૯ સામે જંગ લડી રહ્યા છે અને તેમાંથી કેટલાંક ધીમે ધીમે યુદ્ધ જીતી રહ્યા છે. પરંતુ, હજુ ઘણું દૂર જવાનું છે. ડોક્ટરો, નર્સ, પેરામેડિક્સ, હેલ્થ કેર વર્કર્સ, એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સ, વોલન્ટિયર્સ સહિત ઉપલી હરોળથી નીચેની હરોળ સુધીના ફ્રન્ટ લાઈન વર્કર્સ, પોલીસકર્મીઓ, ફાયરફાઈટર્સ અને ફેક્ટરી વર્કર્સ વગરે ઘણાં વોરિયર્સ આ લડાઈ લડી રહ્યાં છે. આ લડાઈ લડતાં ઘણાં વોરિયર્સે પોતાનું અૂલ્ય જીવન ગુમાવ્યું છે. ઘણાં કોવિડ દર્દીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેથી આ સમય તે સૌને અંજલિ આપવાનો અને તેમના પરિવારના સભ્યો, સગાંસંબંધી, પ્રિયજનો અને મિત્રો માટે પ્રાર્થના કરવાનો અને તેમની અણધારી વિદાયને સહન કરવા તેમને હિંમત આપવાનો છે.

પ્રભુ સૌ પર કૃપા વરસાવે. લડાઈ હજુ પૂરી થઈ નથી તેથી મેડિકલ એક્સપર્ટ્સ અને સરકારે જારી કરેલી તમામ સૂચનાઓનું પાલન કરો અને સલામત તથા તંદુરસ્ત રહો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter