રંગભેદી મનોવૃત્તિને છુપાવતા ચળવળિયા રેસિસ્ટ

કપિલ દૂદકીઆ Wednesday 17th November 2021 04:30 EST
 
 

પહેલાના દિવસોમાં તો રંભેદી કોણ છે તેની તમને જાણ રહેતી હતી. મારો ઉછેર નોર્થવેસ્ટમાં થયો હતો ત્યારે મને પાકિ, નિગર, વોગ, બ્લેક બાસ્ટર્ડ, સામ્બો, ગોલિવોગ, ગ્રીઝ બોલ અને ઘણા બધા અસામાન્ય નામોથી બોલાવાતો હતો. સામાન્ય રીતે તેના પછી ગેન્ગમાં રહીને બહાદૂરી દર્શાવવામાં અવ્વલ પરંતુ, એકલા હોય ત્યારે બીકણ-નમાલા ગોરા યુવાનોના જૂથના હાથે મારી ધોલાઈ કરવામાં આવતી હતી!

એ સમયગાળો ૬૦’ અને ૭૦’ના દાયકાનો હતો. ૮૦’ અને ૯૦’ના દાયકામાં પરિસ્થિતિ થોડી ‘સુધરી’ હતી અને સંસ્થાગત રંગભેદ- institutionalised racism બાબતે મેકફેર્સન રિપોર્ટ પ્રસિદ્ધ થયા પછી ફેબ્રુઆરી ૧૯૯૯માં તેનો અંત આવ્યો હતો. આ ૨૨ વર્ષ અગાઉની વાત હતી!

આ મહિને અઝીમ રફિકે ‘ઠઠ્ઠામશ્કરી’ના ઓઠા હેઠળ ચલાવાતા રંગભેદી વ્યવહારના આક્ષેપો કરીને ઈંગ્લિશ ક્રિકેટના પાયાને જ હચમચાવી નાખ્યા છે. લાયકાત વિનાની-અક્ષમ યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબે (YCCC) વિચાર્યું કે તેઓ રફિકના આક્ષેપોની અવગણના કરશે તો સરળતાથી છટકી જવાશે. આખરે તેમણે આક્ષેપોની નોંધ લીધી ત્યારે નુકસાનકારી રિપોર્ટ બહાર આવ્યો અને તેને તત્કાળ છુપાવી પણ દેવાયો. પાર્લામેન્ટરી DCMS કમિટીએ ૨ નવેમ્બરે જાહેર કર્યું કે તેમણે YCCCના ચેરમેનને રુબરુમાં હાજર થઈ પ્રશ્નોના ઉત્તર આપવા જણાવ્યું છે ત્યારે સમગ્ર બાબત જાહેરમાં આવી ગઈ. આ પછી તો અફરાતફરી મચી ગઈ અને આખી બાબતYCCCના માંધાતાઓના નિયંત્રણની બહાર જતી રહી. તેમના હાથમાં તમામ સત્તાઓ છતાં, દેશને સમજાવી કે ચૂપ રાખી શકાશે નહિ તે તેઓ સમજી ગયા. સત્તા પરના લોકો ગબડતા ગયા અને હવે પ્રોફેસર ધ લોર્ડ પટેલ ઓફ બ્રેડફોર્ડ OBEને નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ચર્ચાઓનું ચગડોળ ‘શિક્ષણ’, ‘તાલીમ’ અને ‘સામાજિક મુદ્દાઓ’ જેવી બાબતોની આસપાસ ચાલતું રહ્યુ છે અને રુમમાં દેખાઈ રહેલા મોટા હાથીને બહાર કાઢવા કે છુપાવવા બનાવટી વર્ણનો પણ જોવાં મળ્યાં છે. એક વાત યાદ રાખવી જોઈશે કે ગત થોડા દાયકાઓથી આપણી સમક્ષ આવાં જ બહાના અપાઈ રહ્યા છે કે લોકોને વધુ શિક્ષણ, વધુ તાલીમ અથવા વધુ આ અને વધુ પેલું અને આવું ઘણું બધું કરવાની જરૂર છે.

જે લોકો રંગભેદી ‘ઠઠ્ઠામશ્કરી’ કરવામાં સામેલ છે તેઓ ૫૦ કે ૬૦ વર્ષની વયના નથી જેઓ અલગ જ કાલખંડ-યુગમાં ઉછરેલા હોય. આ આધુનિક રંગભેદીઓ-રેસિસ્ટ્સ તો રંગભેદવિરોધી શબ્દાડંબરની કહેવાતી જાગરુકતાના મઠલવાયેલા પ્રવાહ સાથેની શૈક્ષણિક સિસ્ટમના વજન હેઠળ જ ઉછરેલા છે. તેઓ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના યુગમાં ઉછર્યા છે. અને હવે આપણે એ માનવાનું છે કે ‘ઠઠ્ઠામશ્કરી-banterના ઓઠાં હેઠળ પોતાની રંગભેદી મનોવૃત્તિને છૂટો દોર આપતા આ અતિજાગૃત-વોક સેલેબ્સ સ્પોર્ટ્સ સુપરસ્ટાર્સ માત્ર શિક્ષણના અભાવે જ આમ કરી રહ્યા છે!

વર્ષો સુધી YCCC સાથે સંકળાયેલા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ તો એમ જ કહે છે કે તેમને કદી આવો વ્યવહાર જોવા મળ્યો જ નથી! તેમણે તો આ સામાજિક મુદ્દો હોવાનું કહી ટાળી દીધું છે. આમ કહીને તેમણે યોગ્ય વ્યવહાર કરવાની ક્રિકેટર્સની અક્ષમતાથી અન્યત્ર ધ્યાન વાળવાનો પ્રયાસ કર્યો છે.

મેં અગાઉ પણ કહ્યું જ છે કે ‘ઘૂંટણીએ પડવા-taking the knee’નો અર્થ એવો નથી કે તમે રંગભેદી નથી. આનો અર્થ એવો જ થાય કે કેટલાક લોકોએ પોતાની રંગભેદી મનોવૃત્તિને છુપાવવાના માર્ગ શોધી લીધા છે. વધુ એજ્યુકેશન અને ડાઈવર્સિટી ટ્રેનિંગ તો રેસિઝમને છુપાવવાના કોડ વર્ડ્સ-સાંકેતિક શબ્દો છે. ખરેખર તો તેઓ કહે છે કે રંગભેદ આચરીને તેમાંથી કેવી રીતે છટકવું તે અમે રંગભેદીઓને શીખવીશું.

આ સમગ્ર મુદ્દામાં કમનસીબી-કરુણતા તો એ છે કે કેટલાક અશ્વેત ખેલાડીઓ અને કેટલાક રંગીન ત્વચાના ખેલાડીઓ કદાચ ભારે મૂર્ખ છે અને ગોરાઓની વોક-અતિજાગૃતિના વૃતાંતોથી ભોળવાઈ ગયા છે અથવા તો તેમને ચૂપ કરી દેનારી રેસિસ્ટ સિસ્ટમના ગુલામ બની ગયા છે. તેઓ આ બંનેમાંથી કયા વર્ગમાં આવે છે તે માત્ર તેઓ જ જાણે-સમજે છે પરંતુ, એટલું કહેવું પૂરતું છે કે ૨૦૨૧માં આ બંનેમાંથી કોઈ પણ વર્ગમાં હોવું કરુણાજનક છે.

આ વાત અઝીમ રફિકની નથી. આ વાત તો કેટલાક અશ્વેત લોકો દ્વારા આગળ વધારાતી અને સમર્થન અપાતી તેમજ કેટલાક રંગીન ત્વચાના લોકો દ્વારા અન્યોને ગુલામીમાં રાખવા બનાવાયેલી ગોરાઓની વોક-અતિજાગૃતિના વૃતાંતો વિશે છે. પોતાના વંશજોમાં વહી રહેલું રક્ત આટલું દુષિત થઈ ગયેલું જોઈને આપણા પૂર્વજો તેમના મસ્તક શરમથી ઝૂકાવી દેશે. તેમણે ગુલામીની જે જંગાલિયાત સહન કરવી પડી હતી તેની ઉજવણી ‘ઘૂંટણીએ પડવા-taking the knee’ના રૂપાળા નામ સાથે કરાઈ રહી છે.

રેસિસ્ટ વોક-ચળવળિયા રંગભેદીઓ તો ફૂલીફાલી રહ્યા છે. તેઓ સમાનતા અને વૈવિધ્યતાના વિવરણો પાછળ છુપાય છે પરંતુ, તેઓ તો હું મોટો થઈ રહ્યો હતો ત્યારે સામનો કરવો પડતો હતો તેવા સ્કીનહેડ્સ- રંગભેદીઓથી પણ વધુ ખરાબ અને ખતરનાક છે!

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter