વિજય કે મૂર્ખામી ?

- રુચિ ઘનશ્યામ Wednesday 08th September 2021 05:51 EDT
 
 

આ સપ્તાહે મેં ગયા મહિને જમ્મુ, કાશ્મીર અને લદાખમાં થયેલી ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશે લખવાનું વિચાર્યું હતું. મને ભારતના આ સુંદર ભાગમાં ભારતીય તિરંગો લહેરાવવાના ઘણાં સુંદર ફોટા મળ્યા હતા. કાશ્મીરમાં રહેતા મિત્રોએ તેમની આસપાસના વિસ્તારોમાં થયેલી ઉજવણીના અહેવાલ શેર કર્યા છે.
જોકે, અફઘાનિસ્તાનમાં થઈ રહેલી નાટ્યાત્મક ઘટનાઓ વિશે તાત્કાલિક કમેન્ટ કરવાની જરૂર જણાતા મેં આપણા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના રિપોર્ટ્સ બાજુ પર મૂકી દીધા હતા.
કાબુલમાં તાલિબાની દળોનો પ્રવેશ અને તેને પગલે આવેશમય ચિંતા સાથે વાપસી આ સ્વાતંત્ર્ય દિવસે આપણને વિચારતા કરી દીધા હતા. કાબુલમાં તાલિબાનના પ્રવેશ પછી પત્રકાર પરિષદમાં તાલિબાને તેની છબી બદલાઈ હોય તેવી પ્રસ્તુતિ કરી હતી. તેમના પ્રવક્તાએ આ તાલિબાનને અગાઉના તાલિબાનના શાસન વખતના નાગરિકો, મહિલાઓ તથા વંશીય લઘુમતિઓ પર અત્યાચારના ભૂતકાળથી અલગ રાખવાનો પ્રયાસ કર્યો હતો. ઉલટાનું તાલિબાન પ્રતિનિધિઓએ તમામ અફઘાનીઓની સલામકી અને સુરક્ષા અંગે તેમની ચિંતા પર ભાર મૂક્યો હતો.
સુશાસન પૂરું પાડવાના ઈરાદા સાથેના તાલિબાનના નિવેદનોથી નોંધપાત્ર શંકાવાદ ઉદભવ્યો હતો. તાલિબાને જાહેરમાં કરેલી ઘોષણાઓને ધ્યાનમાં ન લેતાં મોટાભાગના લોકોએ તેનું મૂલ્યાંકન તેની કામગીરીથી કરવાનું પસંદ કર્યું હતું. તેમાં એક રસપ્રદ અવલોકન તાલિબાને દર્શાવેલા સમધોરણ અને નિયંત્રણ વચ્ચેનો તફાવત હતો.
તાલિબાને તેનો અભિગમ બદલાયો હોવા વિશેની કરેલી જાહેરાતો તેની સામંતશાહી વિચારધારાના સમધોરણનો કોઈ નિર્દેશ કરતી નથી તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
 તાલિબાને તાજેતરમાં જ પંજશીર ઘાટી સંપૂર્ણપણે કબજે કરી હોવાનો દાવો કરતું નિવેદન આપ્યું. આ દાવાને પંજશીરના પ્રતિકારક દળોએ રદિયો આપ્યો હતો. લગભગ આ જ સમયે ભારતીય મીડિયાએ પાકિસ્તાન એર ફોર્સના ડ્રોન દ્વારા પંજશીર પ્રાંતમાં બોંબમારો કર્યો હોવાના દાવાના વ્યાપક અહેવાલ આપ્યા હતા. આ દાવો અફઘાનિસ્તાનના પૂર્વ સાંસદ ઝીયા અરિઅન્જાદે કર્યો હતો.
પંજશીરમાં તાલિબાન સાથેની અથડામણ દરમિયાન રેઝિસ્ટન્સ ફોર્સના પ્રવક્તા ફહીમ દાશ્તી માર્યા ગયા હોવાના અહેવાલ હતા. ફેસબુક પર નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ઓફ અફઘાનિસ્તાને ફેસબુક પર તેને સમર્થન આપ્યું હતું.
અગાઉ તાલિબાન દ્વારા પહેલી વખત અફઘાનિસ્તાન પર કબજો મેળવવામાં આવ્યો ત્યારે પણ પંજશીર ઘાટી કાંટા સમાન પૂરવાર થઈ હતી. તેના પર તાલિબાન વિજય મેળવી શક્યું ન હતું. પંજશીરમાં ફરીથી પ્રતિકાર ઉભરી રહ્યો હોવાથી પાકિસ્તાને પડદા પાછળ રહીને મદદનો દેખાવ કરવાનું છોડી દીધું હોય તેવું લાગે છે અને રેઝિસ્ટન્સ સામે લડવામાં તાલિબાનને મદદ કરી હોય તેમ લાગે છે.
આ પ્રયાસમાં પંજશીર પર બોંબ ફેંકવા માટે પાકિસ્તાન એર ફોર્સના ડ્રોન્સનો ઉપયોગ કરાયો હોવાનું કહેવાય છે. આ પ્રાંતને કબજે કરવામાં પાકિસ્તાનના સ્પેશિયલ ફોર્સીસ પણ તાલિબાનને મદદ કરતા હોવાનો દાવો કરાયો હતો.
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર – સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI) ના વડા લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ સરકારની રચનાના મુદ્દે તાલિબાનોમાં અંદરોઅંદર થતા વિવાદો વચ્ચે કાબુલ પહોંચ્યા હતા. અફઘાનિસ્તાન પર પાકિસ્તાનના આક્રમણની વાત ખૂલ્લી પડી ગઈ હતી. તે જ રીતે ભૂતપૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ અમરુલ્લાહ સાલેહે માનવહિતવાદી ગંભીર કટોકટી સર્જાવાની યુએનને લેખિત ચેતવણી આપી. તેમણે આક્ષેપ કર્યો કે તાલિબાને પંજશીર ખીણને દવાઓ સહિતનો રાહત પુરવઠો અટકાવી દીધો હતો. ફોન અને વીજળીના કનેક્શન કાપી નાખ્યા હતા. તેઓ પંજશીરના યુવા નાગરિકોનો માઈન ક્લિયરિંગ ટૂલ્સ તરીકે ઉપયોગ કરતા હતા.
ઈરાનના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે પંજશીર ઘાટીની નાકાબંધી આંતરરાષ્ટ્રીય કાયદાનું તેમજ માનવહિત કાયદાનું ઉલ્લંઘન છે. પંજશીરને શક્ય તેટલા ઉગ્ર શબ્દોમાં વખોડી કાઢતાં ઈરાનના પ્રવક્તાએ જણાવ્યું કે પંજશીરના લોકોને અછતનો સામનો કરતા અને પાણી અને વીજ કનેક્શન કાપી નાખવા તે ચિંતાનો વિષય અને ખેદજનક બાબત છે. આ નિવેદનમાં તાલિબાનને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા જણાવાયું હતું.
ટ્વિટમાં જાણીતા પત્રકાર શેખર ગુપ્તાએ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની સંડોવણીની માહિતી આપતા રાવલપિંડી સ્થિત Pak GHQની ત્રીજી વખત તેના કોલોનિયલ પાવરની કાલ્પનિક વાત હોવાનું જણાવ્યું હતું. પહેલી વખત ૧૯૭૧માં અડધું પાકિસ્તાન ગુમાવવું પડ્યું હતું, બીજી વખતમાં અર્થતંત્ર પડી ભાંગ્યુ અને પાકિસ્તાનને ‘ગ્લોબલ માઈગ્રેન‘ અને ‘યુનિવર્સિટી ઓફ જેહાદ‘નું ટેગ મળ્યું. ત્રીજી વખત પાકિસ્તાન આવ્યું તેનું પરિણામ હજુ જોવાનું બાકી છે.
પાકિસ્તાનીઓએ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો તેમાં પોતાનો ઉત્સાહ છૂપાવવાનો સોશિયલ મીડિયા પર કોઈ પ્રયાસ કર્યો નથી. ત્યાંથી આવતીચિંતાજનક તસવીરો અને અહેવાલો આ ક્ષણિક વિજયમાં શરમજનક રીતે પડતા મૂકી દેવાયા છે.
દેશ તરીકે પાકિસ્તાન અને તેના લોકોની વૈશ્વિક ટીકા થઈ રહી છે. સંપૂર્ણ નિષ્ફળ અર્થતંત્ર અને તમામ પાસેથી લોન પર આધારિત હોવાથી તે દેશ તેનું મસ્તક ઉંચુ કરી શકે તેમ નથી. પાકિસ્તાનને વધુ તકલીફ નહીં પડે તો યોગ્ય વિચારસરણી ધરાવતા પાકિસ્તાનીઓને નવાઈ લાગશે. જે દેશ પોતાનું અર્થતંત્ર સફળતાપૂર્વક ચલાવી શકતો નથી તને હવે ગરીબીથી ભયગ્રસ્ત અને બિનઅનુભવી તથા સામંતશાહી તાલિબાન દ્વારા શાસિત અફઘાનિસ્તાન રાષ્ટ્રનો બોજ ઉઠાવવો પડશે. પાકિસ્તાન પર માત્ર આર્થિક બોજ નહીં હોય.
પાકિસ્તાનની મદદથી કાબુલમાં તાલિબાનનું વિજયી આગમન, આ વિજય છે કે સૌથી મોટી મૂર્ખામી તેવો ગંભીર પ્રશ્ર ઉપસ્થિત કરે છે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter @RuchiGhanashyam)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter