ટ્રમ્પે સર્જેલી અરાજકતાએ કેરને બચાવી લીધા

કપિલ દૂદકીઆ Wednesday 20th August 2025 06:01 EDT
 
 

ટ્રમ્પનું પાગલપણું સમગ્ર વિશ્વતખ્તા પર દેખાઈ-છવાઈ રહ્યું છે. ટ્રમ્પને સત્તા પર આવ્યાને તો હજું એક વર્ષ પણ થયું નથી, પરંતુ તેમણે માત્ર અમેરિકામાં જ નહિ, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. આ અરાજકતા વચ્ચે ટ્રમ્પ અને તેમનો પરિવાર અને મિત્રમંડળી તેમના બિઝનેસ સાહસો થકી બિલિયન્સ ડોલર ઉભા કરી રહ્યા છે.

મોટા ભાગના ઈયુ નેતાઓ માટે સારી બાબત એ રહી  છે કે તેઓ ઘરઆંગણે આ અરાજકતા પાછળ છુપાઈ જવામાં સફળ રહ્યા છે. અન્ય હેડલાઈન્સને પાછળ ધકેલી દેતી આ મીડિઆ ઉથલપાથલના મુખ્ય લાભાર્થીઓમાં આપણા પ્રાઈમ મિનિસ્ટર પણ એક છે. હું આ પળે BBC વેબસાઈટ પર નજર કરી રહ્યો છું ત્યારે તેમના મુખ્ય ફર્સ્ટ પેજ પર નીચેના મથાળા સાથેની સ્ટોરીઝ જોવા મળી છેઃ

• ‘ટ્રમ્પ રુલ્સ આઉટ યુક્રેન રીક્લેઈમિંગ ક્રીમીઆ ઓર જોઈનિંગ નાટો અહેડ ઓફ ઝેલેન્સ્કી વ્હાઈટ હાઉસ ટોક્સ’

• ‘વોશિંગ્ટન ટોક્સ કુડ પ્રૂવ મોર વાઈટલ ફોર યુક્રેન્સ ફ્યુચર ધેન ટ્રમ્પ-પુતિન સમિટ ’

• ‘ફર્સ્ટ ગ્રૂપ ઓફ ગાઝા ચિલ્ડ્રન ટુ બી બ્રોટ યુકે ‘ઈન કમિંગ વીક્સ’

• ‘ધ સેમેટ્રી ઓફ લિવિંગ મેન‘-ટ્રમ્પ ડીપોર્ટીઝ ટેલ ઓફ એબ્યુઝ ઈન સીક્રેટિવ મેગા-જેલ’

• ‘સ્કિબિડી’ એન્ડ ‘ટ્રેડવાઈફ’ અમોન્ગ વર્ડ્ઝ એડેડ ટુ કેમ્બ્રિજ ડિક્શનેરી’

• ‘જેમ્સ બોન્ડ ‘હેઝ ટુ બી એ ગાય’ સેઝ હેલન મિરેન’

• ‘ધ ગ્રીન પાર્ટી ઈઝ એટ એ ક્રોસરોડ્સ. ઈઝ ઈટ ટાઈમ ધે ગેટ એન્ગ્રી? ’

• ‘આઈ સો અ કેલિડોસ્કોપિક લાઈટ બિફોર ગોઈંગ બ્લાઈન્ડ, સેઝ સર્વાઈવર ઓફ લાઓસ મેથેનોલ પોઈઝનિંગ

• ‘હ્યુજ ક્રાઉડ્ઝ ગેધર ઈન ઈઝરાયેલ કોલિંગ ફોર હોસ્ટેજ ડીલ એન્ડ એન્ડ ટુ ગાઝા વોર ’

• ‘ બ્રોકોલી હાર્વેસ્ટ હિટ બાય હીટવેવ એન્ડ લેક ઓફ વોટર’

• ‘હાઉ ડેસ્પરેટલી અનલકી મેન યુનાઈટેડ શોડ સાઈન્સ ઓફ પ્રોગ્રેસ’

• ‘પોલીસ ઈન્વેસ્ટિગેટિંગ સ્ટ્રિક્ટલી ‘ડ્રગ યુઝ’ ક્લેઈમ્સ’

આમ જોઈએ તો, 12 હેડલાઈન્સ સ્ટોરીઝમાંથી મોટા ભાગની ટ્રમ્પથી જ પ્રભાવિત છે જ્યારે કેટલીક નાની સ્ટોરીઝ યુકેની છે જે ફર્સ્ટ પેજ પર પહોંચી છે. સ્ટાર્મરને સંબંધિત હેડલાઈન બને તેવા મહત્ત્વનો એક પણ સમાચાર નથી. યાદ રાખો, સ્ટાર્મર આપણા પ્રાઈમ મિનિસ્ટર છે. બીબીસી આપણું જાહેર ક્ષેત્રનું બ્રોડકાસ્ટિંગ મીડિઆ અગ્રેસર છે અને તેમને લાગે છે કે પ્રાઈમ મિનિસ્ટર કરતાં પણ બ્રોકોલીનું વધુ મહત્ત્વ છે.

સ્ટાર્મર તો નસીબના ભારે બળિયા છે કે ટ્રમ્પ તેમની આત્મવંચનામાં રાચી રહ્યા છે અને નોબેલ પ્રાઈઝનું સ્વપ્ન નિહાળી રહ્યા છે (મને એવી ઈચ્છા થાય ખરી કે હું અટ્ટહાસ્ય કરતું ઈમોજી પણ અહીં મૂકી શકું!).જો બીબીસીએ યોગ્ય કામગીરી કરી હોત, અને મારા મતે તે કરવી જોઈતી હતી, તો બ્રિટિશ પ્રજાના ધ્યાને લાવવા માટે આપણને સહુને અસર કરતી નીચે ઉલ્લેખિત થોડી સ્ટોરીઝ મૂકી શકાઈ હોત.

ઉદાહરણ જોઈએ તોઃ

1. ઈસ્લામોફોબિઆની વ્યાખ્યાને સંબંધિત તથાકથિત પરામર્શમાં આપણે ક્યાં પહોંચ્યા છીએ? આ મામલો તદ્દન શાંત થઈ ગયો છે!

2. વર્તમાન નેશનલ પોલ્સમાં રાજકીય પક્ષોની શું સ્થિતિ છે?

3. રિફોર્મ યુકે શું કરી રહેલ છે?

4. જેરેમી/ઝારા લેબર પાર્ટી પાસેથી અલ્ટ્રા-લેફ્ટ વોટ્સ ખૂંચવી જશે ત્યારે તેમની કેવી અસર સર્જાશે?

5. ગેરકાયદે માઈગ્રન્ટ્સની હેરાફેરી 50,000ને પાર થઈ ગયેલ છે – સ્ટાર્મર વર્ષો પહેલા આપેલા વચન મુજબ ક્યારે સ્મગલિંગ ગેંગ્સ પર ત્રાટકશે?

6. ડોક્ટર્સ, નર્સીસ અને શિક્ષકોની હડતાળની ધમકી મુદ્દે આપણી શું સ્થિતિ છે?

7. બોન્ડ રેટ્સ આસમાને (ટ્રસ સત્તા પર હતાં તેનાથી પણ વધુ ઊંચે) પહોંચ્યા છે અને યુકેને માત્ર વ્યાજમાં જ બિલિયન્સ પાઉન્ડ ચૂકવવાના થાય તેમ છે, અર્થતંત્ર તૂટી ન પડે તે માટે તેમની કેવી યોજનાઓ છે?

8. ટોરીઝ દ્વારા 20 બિલિયન પાઉન્ડનો બ્લેક હોલ છોડી જવાયાનો દાવો લેબર કરે છે, પરંતુ ઓફિસ ફોર બજેટરી રિસ્પોન્સિબિલિટીએ નિર્દેશ આપ્યો છે કે લેબરના પ્લાન્સ હેઠળ આ બ્લેક હોલ આજે 50 બિલિયન પાઉન્ડનો છે. લેબર પાર્ટીના જ ધારાધોરણ મુજબ તેઓ સત્તા પર આવ્યા તેની સરખામણીએ વર્તમાન હાલત નોંધપાત્રપણે વધુ ખરાબ બનાવી દીધી છે.

9. ટુ-ટાયર પોલિસીંગ અને ટુ-ટાયર જસ્ટિસ સિસ્ટમ ક્યારે કાર્યરત કરાશે?

10. અને છેલ્લે આપણે ગ્રૂમિંગ ગેંગ્સનો ફીઆસ્કો ભૂલી ગયા છીએ તેમ લેબર પાર્ટી વિચારે તે પહેલા આપણા બધાની નજર તેના પર છે જ. કટ્ટર ઈસ્લામવાદીઓનું રક્ષણ કરવામાં લેબર રાજકારણીઓ અને આપણી અગ્રેસર સંસ્થાઓ દ્વારા તુષ્ટિકરણ લાંબો સમય નહિ ચાલે.

હું તો તાત્કાલિક ધ્યાન આપવું જ જોઈએ તેવા વધુ 20 હાઈ પ્રોફાઈલ મુદ્દાની યાદી આપી શકું છું. જોકે, સામાન્ય બ્રિટિશરને અસર કરે તેવા આ નોંધપાત્ર મહત્ત્વના મુદ્દાઓ નજર સામે હોવા છતાં, માત્ર ટ્રમ્પ જ ધ્યાન ખેંચી રહ્યા છે. ખરેખર, સ્ટાર્મર માટે આ દિવસો ભારે નસીબવંતા છે.

તેઓ માની જ નહિ શકે કે તેમના આટલા બધા યુ-ટર્ન્સ અથવા તો ગુંલાટો, આટલા બધા વચનભંગ, તેમના સાંસદો અને કાઉન્સિલરોના કૌભાંડો હોવાં છતાં સ્ટાર્મર બચી રહ્યા છે. મને શંકા છે કે વોશિંગ્ટનમાં યુક્રેન મુદ્દે મંત્રણાની વધુ એક સમિટ માટે તેઓ સજ્જ થઈ રહ્યા છે ત્યારે આ વાસ્તવિક સમસ્યાઓ દૂર થઈ જવાની નથી. દરેક મુદ્દા ધીમે ધીમે એક સાથે આવી રહ્યા છે અને સમયાંતર તેમની સરકાર અને વહીવટની ધમનીઓને જકડી લેશે.

સામાન્ય બ્રિટિશરને સંબંધ છે ત્યાં સુધી તો આપણા માટે અત્યાર સુધી ઉનાળો ઘણો સારો રહ્યો છે.મોટા ભાગના લોકોનું ધ્યાન હુંફાળો સૂર્યતાપ માણવા અને ચોક્કસપણ વૈશ્વિક મીડિયા મનોરંજનકાર ટ્રમ્પ તરફ જ દોરવાયેલું રહ્યું. આગામી મહિનાઓમાં  બધી બાબતો સહન કરવાની આવશે. ઓટમ અને વિન્ટરના આગમન સાથે હડતાળોની ધારણા બાંધી રાખજો. જેરેમી/ઝારાના રાજકીય પક્ષના  સત્તાવાર લોન્ચિંગની તૈયારી રાખજો. ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ બધાં જ વિક્રમો તોડી નાખે તેની અપેક્ષા રાખજો. ટેક્સીસ (પ્રત્યક્ષ અને/અથવા પરોક્ષ) ઊંચે જવાની તૈયારીમાં રહેજો. આ ઉપરાંત, સંપત્તિસર્જકોની વધુ સંખ્યા યુકે છોડી જાય અને પરિણામે ચાન્સેલરીને ટેક્સની આવક ગુમાવવી પડે તેના માટે પણ તૈયાર રહેજો. સાથે જ, હંમેશાંની માફક NHS નિરંતર અરાજકતામાં રહે તેની પણ અપેક્ષા રાખજો.

એક બાબત નિશ્ચિત છે કે આ ક્રિસમસ વેળાએ તમને આનંદ અપાવે તેવી કોઈ પોઝિટિવ વસ્તુનો અનુભવ તમને થવાનો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter