પડકારજનક સંજોગોમાં વડા પ્રધાન મોદીની ત્રીજી ટર્મ જીતવાની હેટ-ટ્રિક

કપિલ દૂદકીઆ Tuesday 04th June 2024 14:13 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીઓમાં વિજયની હેટ-ટ્રિક સાથે ઈતિહાસ રચવાનું સતત ચાલુ રાખ્યું છે. આપણે જેવી બહુમતી શક્ય હોવાની લાગણી ધરાવતા હતા પરંતુ, એ શક્ય બન્યું નથી. મુખ્ય કારણ એ જણાય છે કે ઘણા મતદારોએ એમ વિચાર્યું કે ભાજપ ઘણો જ આગળ છે અને તેમણે મત આપવા જવાની જરૂર નથી. અપેક્ષાઓ એટલી બધી ઊંચી હતી કે થોડી નિરાશા ઉપજવી સ્વાભાવિક છે. આમ છતાં, મતદારોએ પણ મત આપવા જઈને પોતાનું કાર્ય કરવું જોઈતું હતું. મને ખાતરી છે કે બધાને એવો બોધપાઠ મળ્યો જ હશે કે તેમણે કોઈ પરિણામ આવું જ આવશે તેમ ધારી લેવું ન જોઈએ. દરેક મતની કિંમત હોય છે. મારે દરેકને એ યાદ અપાવવાનું છે કે આ સરકાર સતત ત્રીજી મુદત માટે આવી છે. આ કદી સરળ નથી અને હકીકત એ છે કે ભાજપ હજુ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)થી 140 બેઠક આગળ છે જે દર્શાવે છે કે તે સાચા અર્થમાં ભારતનો રાષ્ટ્રીય પક્ષ છે.

સમગ્ર વિશ્વમાં ઉન્માદી ડાબેરીઓએ વડા પ્રધાન મોદીનું અવમૂલ્યન કરવા માટે દરેક યુક્તિ-પ્રયુક્તિઓનો ઉપયોગ કર્યો છે. વેસ્ટર્ન લોબી ગ્રૂપ્સ, સ્થાપિત હિતોના જૂથ, દરેક દેશો અને તેમની નેતાગીરીએ ભારતને નીચું દેખાડવા માટે ભારતમાં પોતાના પ્રોક્સીઓને ખવડાવવા લાખો ડોલર્સ ખર્ચી નાખ્યા છે. તેમનું લક્ષ્ય સીધુંસાદું, ભારત ગુલામ દેશ બની રહે તેની ચોકસાઈ રાખવાનું જ હતું અને આમ કરવા માટે કોઈ પણ હિસાબે વડા પ્રધાન મોદીને અટકાવવાના જ હતા. આથી, પડકારજનક સંજોગો વચ્ચે પણ વડા પ્રધાન મોદી માટે ત્રીજી ટર્મ જીતવી એ ચમત્કારથી જરા પણ ઓછું નથી.

આપણે યુકેમાં એ બાબત જરા પણ ન ભૂલવી જોઈએ કે, એડ મિલિબેન્ડ, જેરેમી કોર્બીન અને હવે કેર સ્ટાર્મરની આગેવાની હેઠળ લેબર પાર્ટીએ ભારત અને ભારતીય ઈન્ડિક સમુદાયને નીચાજોણું દેખાડવા તમામ શક્ય કરેલ છે. તેમણે મોદીજીને આગળ વધતા અટકાવવા માટે વિઝા પ્રતિબંધ અભિયાનની આગેવાની, પાકિસ્તાની કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK)નું સમર્થન કરતા પાકિસ્તાન પ્રાયોજિત કટ્ટરવાદીઓ સાથે શયન, ખાલિસ્તાનીઓના પાગલપણાને ઉશ્કેરવું અને પંપાળવું, ખુલ્લેઆમ ભારતવિરોધી અને હિન્દુવિરોધી લાગણીઓને વ્યક્ત કરનારા લેબર સાંસદોને શક્તિશાળી પદસ્થાનો પર નિયુક્તિઓ આપવી સહિતના કાર્યો કરેલા છે.

મેં 2019માં લખ્યું હતું અને અન્ય પ્રાથમિકતાઓ વચ્ચે ભાજપ સરકારે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવા 7 મુદ્દાઓ આપ્યા હતા. આ મુદ્દાઓ આવા હતાઃ

1. દરેક નાગરિકને પીવાનું શુદ્ધ જળ મળી શકે તેની નીતિને પ્રાથમિકતા આપવી.

2. આર્ટિકલ 370 અને આર્ટિકલ ને તત્કાળ નાબૂદ કરવા. દેશના તમામ નાગરિકોનો વહીવટ કરી શકાય તેવો એક જ કાયદો હોવો જોઈએ.

3. અત્યાધુનિક ટેકનોલોજી સાથે રાષ્ટ્રનું રક્ષણ.

4. ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને આગળ વધારવાનું ચાલું રાખવું.

5. એજ્યુકેશનઃ હાયર એજ્યુકેશન ક્ષેત્રમાં વિશ્વની કેટલીક શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની સમકક્ષ રહે તેવી નોંધપાત્ર ક્ષમતાનું નિર્માણ કરવાનો સમય આવી ગયો છે.

6. ભ્રષ્ટાચારના તમામ બાકી કેસીસને અંત તરફ ઝડપે આગળ ધપાવવા.

7. નેશનલ હેલ્થ સ્કીમને મજબૂત બનાવવી અને દેશ માટે અડીખમ ખડકસમાન બની રહે તેમ કરવું.

મને તમને જણાવતા આનંદ થાય છે કે વડા પ્રધાન મોદીએ આ તમામ મુદ્દાઓમાં જંગી હરણફાળો ભરેલી છે અને કેટલાકમાં તો સંપૂર્ણતા હાંસલ કરી છે. મારા મતે તેમની આ ત્રીજી ટર્મમાં કેટલાક મુદ્દાઓ પર યોગ્ય રીતે ધ્યાન આપવામાં આવશે.

મને લાગે છે કે આ ઉપરાંત, અને ચોક્કસપણે જીવનની ગુણવત્તા સુધારવી, રોજગારની બહેતર તકો, ગરીબી ઘટાડવી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, ટ્રાન્સપોર્ટેશન, યુટિલિટીઝ, સલામતી અને સુરક્ષા વગેરે સહિત દેશના રોજબરોજના વહીવટની સાથોસાથ વડા પ્રધાન મોદીએ તેમની ત્રીજી મુદતમાં ન્યાયની પુનર્સ્થાપના કાર્યને પણ આ રીતે આગળ વધારવું જોઈએઃ

a. આક્રમકો દ્વારા વિનાશ કરાયેલા હિન્દુ (ઈન્ડિક) સાઈટ્સ-સ્થળો પર ધ્યાન આપવું.

b. હિન્દુ મંદિરોને સરકારી સંસ્થાઓની પકડમાંથી મુક્ત કરાવવા તેમજ હિન્દુઓના કલ્યાણ માટે તમામ મંદિરોની સંપત્તિનું રક્ષણ કરવા સિસ્ટમ્સ અને માળખાઓ તૈયાર થાય તેવી ચોકસાઈ કરવી.

c. વકફ એક્ટને નાબૂદ કરવા અને ચોરાયેલી દરેક સંપત્તિની માલિકી રાષ્ટ્રને પરત કરવી.

d. આદેશાત્મક રાષ્ટ્રીય કાયદા દ્વારા તમામ રાજ્યમાં UCCનો અમલ કરવો

e. રાષ્ટ્રીય અભ્યાસક્રમોમાં ભારતના સાચા ઈતિહાસને દાખલ કરવો જે તમામ સરકારી અને ખાનગી શાળાઓ માટે ફરજિયાત રહે.

હકીકત છે કે વડા પ્રધાન મોદી ભાજપની સંપૂર્ણ બહુમતી સરકાર ધરાવતા નથી ત્યારે આ લક્ષ્યો પાર પાડવાનું મુશ્કેલ બની રહેશે. આમ છતાં, આ મુદ્દાઓ હાથ ધરવાને પ્રાધાન્ય અપાવું જોઈએ જેથી મતદારો અન્ય રાજકીય પક્ષો દ્વારા ખેલાતા રાજકારણને પારખી-નિહાળી શકે.

ગત દશ વર્ષોએ દર્શાવ્યું છે કે જો નેતૃત્વ હોય, કલ્પનાશક્તિ-વિઝન અને ભારતના લોકોમાં દૃઢ વિશ્વાસ હોય તો શું હાંસલ કરી શકાય છે. આપણે ભૂતકાળમાં આવું કશું નિહાળ્યું નથી અને હું તો એટલું કહેવાની હિંમત કરીશ કે અન્ય કોઈ ભાવિ નેતા સાથે આવું આપણે નિહાળીએ તેમાં ઘણો સમય લાગી જશે. આથી જ ભારતના લોકો માટે સીધોસાદો એક સંદેશ છે કે આ અનોખા માનવીનો યોગ્ય ઉપયોગ કરો કારણકે દેશને આવા નેતાનો આશીર્વાદ સાંપડે તેવું વારંવાર બનતું નથી.

મેં 2019માં મારા લેખનું સમાપન આ અવતરણ ટાંકીને કર્યું હતું:

સ્વામી વિવેકાનંદજીના શબ્દોમાં કહીએ તોઃ દરેક રાષ્ટ્રને એક સંદેશો આપવાનો હોય છે, એક મિશન પૂર્ણ કરવાનું હોય છે, એક ગંતવ્ય સ્થાને પહોંચવાનું હોય છે. ભારતનું મિશન-લક્ષ્ય માનવતાને માર્ગદર્શન આપવાનું છે.’

હવે આપણે તેમાં ઉમેરો કરીએ, વડા પ્રધાન મોદીજીના શબ્દોમાં: પ્રાચીન મૂલ્યોને આધુનિક સંદર્ભમાં અપનાવતી વેળાએ આપણે આપણા વારસાની આધુનિક રીતે વ્યાખ્યા કરવી જોઈએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter