ડેબનહામના ૧૯ સ્ટોર જાન્યુઆરીમાં જ બંધ થશે

Wednesday 08th January 2020 01:23 EST
 
 

લંડનઃ ડેબનહામના ૧૯ સ્ટોર્સ તા.૧૧થી૨૫ જાન્યુઆરી વચ્ચે બંધ થશે. તેમાં ઈસ્ટબોર્ન, ગીલ્ડફર્ડ, વુલરહેમ્પટન અને કેન્ટરબરીના સ્ટોર્સનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ૩ સ્ટોર્સ બંધ થયા હતા. ૨૪૦ વર્ષ જૂની ડિપાર્ટમેન્ટ સ્ટોર ચેઈન ગયા વર્ષે એડમિનિસ્ટ્રેશનમાં ગઈ હતી. તેને તેના નાણાં ધીરાણાકારોના હાથમાં જતી બચાવવાની યોજનાના ભાગરૂપે આ સ્ટોર્સ બંધ કરાશે.

માઈનોરિટી શેરહોલ્ડર અને સ્પોર્ટ્સ ડાયરેક્ટના માલિક માઈક એશ્લીની બીડ પણ નિષ્ફળ રહી હતી. ગયા વર્ષે ડેબનહામ દ્વારા જાહેરાત કરાઈ હતી કે તે કંપની વોલન્ટરી એગ્રીમેન્ટ (CVA) તરીકે ઓળખાતી નાદારીની પ્રક્રિયાનો ઉપયોગ કરીને તેના સૌથી નબળી કામગીરી કરતા ૫૦ સ્ટોર્સ બંધ કરી દેશે.

ગયા વર્ષે યોર્ક, હેવરફોર્ડવેસ્ટ અને ઓર્પિંગ્ટન એમ ત્રણ સ્ટોર્સ બંધ કરાયા હતા. બાકીના ૨૮ સ્ટોર્સની પસંદગી લેન્ડરો સાથેની મહત્ત્વની વાટાઘાટોના પરિણામના આધારે કરવામાં આવશે. CVA હેઠળ તેના બાકી રહેતા ૧૬૩ સ્ટોર્સ પૈકી ઘણાં સ્ટોર્સનું રેન્ટ (ભાડું) કપાઈ જશે. ડેબનહામને બચાવવાનો પ્રયત્ન મૂર્ખામીભર્યું કામ ગણાશે તેવી વિશ્લેષકોએ ચેતવણી ઉચ્ચારી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter