હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી વૈશ્વિક મહામારીની અસર, આર્થિક અનિશ્ચિતતાઓ અને ગ્રાહકની બદલાતી વર્તણૂક પેટર્ન્સના કારણે અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહેલ છે. COVID-19 કટોકટીથી સૌથી વધુ માર પડ્યો હોય તેવાં સેક્ટરોમાં એક હોસ્પિટાલિટી બિઝનેસીસ–રેસ્ટોરાંઝ અને હોટેલ્સથી માંડી બાર્સ અને આનંદપ્રમોદના અન્ય આકર્ષણો સપોર્ટ અને પુનરુદ્ધારની તાત્કાલિક જરૂરિયાત ધરાવે છે. હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી હાલ રેવન્યુમાં 140 બિલિયન પાઉન્ડ અને ટેક્સની આવકોમાં 54 બિલિયન પાઉન્ડના યોગદાન સાથે 3.5 મિલિયન નોકરીઓ પણ પૂરી પાડે છે.
લેબર પાર્ટી પાસે લક્ષ્યાંકિત નીતિઓ અને ઈનિશિયેટીવ્ઝ મારફત હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીની મહત્ત્વની સમસ્યાઓના નિરાકરણ તેમજ નવજીવન અને વિકાસની તક છે. બિઝનેસ રેટ્સ સિસ્ટમને સુધારી લેબર પાર્ટી વર્તમાન બિઝનેસ રેટ્સ સિસ્ટમમાં સુધારાની હિમાયત કરી શકે છે. દરમાં વધારો ઝળુંબી રહ્યો છે ત્યારે સેક્ટર માટે દરઘટાડાના પગલાંથી જરૂરિયાત ધરાવનારાને ભારે રાહત અને સપોર્ટ મળશે. લેબર સેક્ટરને અનુલક્ષી નેશનલ ઈન્સ્યુરન્સ કન્ટ્રિબ્યુશન્સ, ઈન્વેસ્ટમેન્ટ ક્રેડિટ્સ જેવાં ટેકારૂપ અને હોસ્પિટાલિટી બિઝનેસીસની જરૂરિયાતોને સુસંગત અન્ય પ્રોત્સાહક પગલાં ભરી શકે છે.
લેબર પાર્ટી ભંડોળોને મુક્ત કરી, સ્કિલ્સ ટ્રેનિંગ પ્રોગ્રામ્સને આગળ વધારી એપ્રેન્ટિસશિપ લેવીને સુધારવાના ઈનિશિયેટીવ્ઝ લઈ શકે, આ સેક્ટરમાં નોકરીઓની તક અને કારકિર્દીના વિકાસને વધારી શકે છે. આ ઉપરાંત, નેશનલ ઈન્સ્યુરન્સને ઘટાડવાની વિશે વિચારી શકે છે. નેશનલ મિનિમમ વેજ અને નેશનલ લિવિંગ વેજમાં વધારાથી હોસ્પિટાલિટીઝનું વેતનબિલ 3.2 બિલિયન પાઉન્ડ વધી જશે અને પરિણામે, એમ્પ્લોયમેન્ટ કોસ્ટ સંચાલન ખર્ચનો અડધોઅડધ થઈ જવા સાથે ઈન્ડસ્ટ્રીને વેજીસ અને એમ્પ્લોયમેન્ટ ટેક્સીસમાં 40 બિલિયન પાઉન્ડ ચૂકવવાના થાય.
લેબર હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં સસ્ટેઈનેબલ પ્રેક્ટિસીસ અને ગ્રીન ઈન્વેસ્ટમેન્ટ્સને પ્રોત્સાહન આપી શકે. કાર્બન ફૂટપ્રિન્ટ્સને ઘટાડે, ઈકો-ફ્રેન્ડલી કામગીરીને આગળ વધારતા ઈનિશિયેટીવ્ઝને ટેકો અને ગ્રીન ઈન્વેસ્ટમેન્ટ્સને ઈન્સેન્ટિવ્ઝથી માત્ર પર્યાવરણને જ લાભ નહિ થાય પરંતુ, સેક્ટરને લાંબા ગાળાની સફળતા તરફ દોરી જશે. પ્લાનિંગ કાયદાઓને વ્યવસ્થિત બનાવી, વિકાસની આડે અવરોધો હટાવી, સપોર્ટિવ રેગ્યુલેટરી વાતાવરણને ઉત્તેજન આપીને લેબર હોસ્પિટાલિટી બિઝનેસીસને ઈન્વેસ્ટમેન્ટ્સ આકર્ષવા, નવપરિવર્તન લાવવા અને ઉન્નતિ કરવા શક્તિમાન બનાવી શકે છે.
મહામારીએ ઉભા કરેલાં પડકારો પછી બિઝનેસ રેટ્સ સિસ્ટમ. એપ્રેન્ટિસશિપ લેવી અને પર્યાવરણીય સસ્ટેનિબિલિટીમાં સુધારાની હિમાયત થકી લેબર પાસે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીને સ્વસ્થતા મેળવવા, વૃદ્ધિ પામવા અને ઉન્નતિ કરવા સશક્ત બનાવવાની તક છે. વિકાસ, નોકરીઓનું સર્જન અને સેક્ટર સંબંધિત ટેકારૂપ પગલાં આર્થિક રીકવરીને ગતિશીલ બનાવવા અને ઈન્ડસ્ટ્રીની લાંબા ગાળાની સફળતા માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે. સરકારનો સક્રિય હસ્તક્ષેપ હોસ્પિટાલિટી સેક્ટરના પુનર્નિર્માણ અને મજબૂતીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તેમજ જરૂરિયાતમંદ બિઝનેસીસને આગળ વધવાની આશા અને માર્ગ દર્શાવી શકે છે તેના પર પ્રકાશ પાથરવાની અમે હિમાયત કરીએ છીએ.